ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર ડીડી વિમલેશ કુમાર આદિત્યએ મંગળવારે આત્મહત્યા કરી હતી. મળતી માહિતી મુજબ, તેમની બદલી લખનૌ કરવામાં આવી હતી. પત્નીનું કહેવું છે કે તેમનો પતિ કામના કારણે ખૂબ જ તણાવમાં રહેતો હતો. 59 વર્ષીય વિમલેશ કુમાર તિલકનગરના પૂર્વ ઉપનગરમાં તારા ગગન હાઉસિંગ સોસાયટીમાં રહેતા હતા. મંગળવારે તેમણે બિલ્ડિંગના બીજા માળેથી છલાંગ લગાવી હતી. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો તેમને તાત્કાલિક ઘાટકોપરની સિવિલ સંચાલિત હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં દાખલ કર્યા પછી તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પતિના મૃત્યુથી રડતા રડતા પત્ની રમાની હાલત ખરાબ છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમનો પતિ ઉત્તર પ્રદેશ સરકારના પ્રવાસન વિભાગમાં નોકરી કરતો હતો અને તેમની મુંબઈમાં પોસ્ટીંગ હતી. તેમની ઓફિસ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આવેલી હતી. આદિત્યની લખનૌ ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેમના પર કામનું દબાણ પણ વધારે હતું. ઘરથી દૂર પોસ્ટિંગના કારણે ઓદિત્યએ બે મહિના પહેલા ડેપ્યુટી ડિરેક્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ લખનૌમાં પર્યટન વિભાગના મુખ્યાલયે તેમને 31 માર્ચ સુધી કામ કરવાનું કહ્યું હતું.
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
યુપીના પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટરે બીજા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યુ
RELATED ARTICLES