જાકાર્તાઃ ઈન્ડોનેશિયામાં સોમવારે ભૂકંપના હળવાથી ભારે માત્રામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે સૌથી વધુ નુકસાન થયું છે, જેમાં અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે, એમ સત્તાવાર જણાવાયું હતું.
ઈન્ડોનેશિયાના પાટનગર જાકાર્તામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 5.4 રિક્ટર સ્કેલની માત્રામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેમાં શહેરની મોટા ભાગની નાની મોટી ઈમારતો હલી ગઈ હતી. પરિણામે લોકો ઘર-ઓફિસની બહાર દોડી આવ્યા હતા. અહીંના ધરતીકંપને કારણે ચિઆનજુરની અનેક ઓફિસ-ઘરની છતને નુકસાન પહોંચ્યું હતું. આ ભૂકંપને કારણે મોટી જાનહાનિ થઈ છે.
શુક્રવારે પણ ઈન્ડોનિશયાની રાજધાની જાકાર્તામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, પરિણામે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. શુક્રવારના ભૂકંપના આચંકાની તીવ્રતા પણ સૌથી વધારે હોવાનું કહેવાય છે. શુક્રવારે સાંજના 7.07 વાગ્યાના સુમારે જાકાર્તાથી દૂર 20 કિલોમીટર જમીનની અંદર આવ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી ભારત, નેપાળ, જાપાન સહિત ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાય છે, તેનાથી નિષ્ણાતો પણ ચિંતિત છે. કહેવાય છે કે દર વર્ષે દુનિયામાં ભૂકંપના 20,000થી વધુ ભૂકંપના આંચકા અનુભવાય છે, જેમાં 100થી વધુ આંચકા એટલી તીવ્ર માત્રાના હોય છે કે જેમાં સૌથી વધુ નુકસાન થાય છે, એમ નેશનલ
અર્થક્વેક ઈન્ફર્મેશન સેન્ટરે જણાવ્યું હતું.