કાલી ફિલ્મના પોસ્ટરને લઇને વધ્યો વિવાદ- ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં ફિલ્મમેકર વિરુદ્ધ એફઆઇઆર

ફિલ્મી ફંડા

ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઇ વિરુદ્ધ ઉત્તરપ્રદેશ અને દિલ્હીના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં હસરતગંજ પોલીસ સ્ટેશન અને દિલ્હી પોલીસની IFSO યુનિટે IPC કલમ 153A અને 295A હેઠળ FIR દાખલ કરી છે. લીનાએ તાજેતરમાં તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. આ પોસ્ટરમાં માતા મહાકાળીને સિગરેટ પીતા દર્શાવવામાં આવ્યા છે. આને લઇને સોશિયલ મીડિયા પર લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે લીનાને અરેસ્ટ કરવાની માગણી ટ્વિટર પર કરવામાં આવી રહી હતી. દિલ્હી અને ઉત્તરપ્રદેશના પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી એફઆઇઆરમાં ધાર્મિત ભાવનાને ઠેસ પહોંચાડવી, ગુનાહિત ષડયંત્ર, શાંતિ ભંગ કરવાનો ઇરાદો જેવા આરોપ લગાવવામાં આવ્યા છે. દરમિયાન વધતા વિવાદ વચ્ચે લીનાએ તમિલ ભાષામાં ટ્વીટ કર્યું હતું કે મારી પાસે ગુમાવવા માટે કંઇ નથી. હું એક એવા અવાજ સાથે રહેવા ઇચ્છુ છુ જે કોઇના ડર વગર બોલે છે. જો આની કિંમત મારો જીવ હોય તો હું તે પણ આપી દઇશ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.