UP Crime: રેપિસ્ટે જેલમાં પ્રાઈવેટ પાર્ટને કાપવાની કરી કોશિશ, હાલત ગંભીર

દેશ વિદેશ

ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઈટાવાની જિલા જેલમાં એક કેદીએ મંગળવારે પોતાના પ્રાઈવેટ પાર્ટને કાપવાની કોશિશ કરી રહી છે. આ કેદી રેપના આરોપમાં સજા કાપી રહ્યો છે. ઘટનાની માહિતી મળતાં ત્યાં ઉપસ્થિત પોલીસ કર્મચારીઓએ કેદીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

જેલના અધિકારીએ જણાવ્યું હતું કે 30 વર્ષના અનિલ કુમારે મંગળવારે તેના પ્રાઈવેટ પાર્ટને બ્લેડ વડે કાપવાની કોશિશ કરી હતી. જાલૌનના રહેવાસી અનિલ કુમારને વર્ષ 2017માં એક રેપ કેસમાં 10 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી હતી. તે છેલ્લાં કેટલાક દિવસોથી શાંત રહેતો હતો અને માનસિક રીતે ડિસ્ટર્બ પણ હતો. પ્રાથમિક સારવાર માટે તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના શરીરમાંથી લોહી વધુ વહી ગયું હોવાથી તબિયત વધુ ખરાબ થતાં સૈફઈ મેડિકલ કોલેજમાં રેફર કરવામાં આવ્યો છે. કેદીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.