ઉત્તર પ્રદેશની સ્કૂલમાં શિક્ષકો બેહરહેમીથી વિદ્યાર્થીઓની પીટાઈ કરે એવા કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ભદોહી જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં મંગળવારે સ્કૂલ ગ્રાઉન્ડમાં બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી રમી રહ્યો હતો ત્યારે શિક્ષકે તેને કોઈ વાતને લઈને ખીજાયો હતો અને અચાનક તેણે મારપીટ શરુ કરી હતી. શિક્ષકે તેનું માથું જમીન પર પછાડ્યું અને લાતો પણ મારી હતી, જેને કારણે વિદ્યાર્થીની જમણી આંખમાં ઈજા પહોંચી છે. આ મામલે વિદ્યાર્થીના કાકાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે, પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

Google search engine