યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ચર્ચા અવારનવાર થતી રહે છે, પણ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી વન-ડે મેચમાં યોગીનો સમર્થક તેમનું પોસ્ટર લઈને મેદાનમાં પહોંચ્યો હતો. હાથમાં બુલ્ડોઝર લઈને અને ટીશર્ટમાં યોગીનો ફોટો ચિપકાવીને તેણે તેમની પ્રશંસા કરી હતી. તેણે ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલી વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે યોગી આદિત્યનાથ બુલ્ડોઝર બાબા તરીકે પણ જાણીતા છે.
આ દર્શક વ્યવસાયે એન્જિનિયર છે અને તેણે સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. યોગીની તસવીરવાળી ટીશર્ટ પહેરી આ ફેનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
CM #YogiAdityanath AT #INDvsENG MATCH Oval, London.
Fan with wear CM @myogiadityanath T-Shirt with #BULDOZER as #buldozerbaba to support #teamindia@BCCI #YogiAdityanath #ENGvsIND #TeamIndia #INDvsENG #BCCI #CMYogiAdityanath pic.twitter.com/0rYg709ATI— Vineet Sharma (@Vineetsharma906) July 12, 2022
મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ ત્રણ વન-ડે મેચની સિરીઝના પહેલા મુકાબલામાં ઈન્ગલેન્ડને 10 વિકેટથી હરાવ્યું હતું. 48 વર્ષમાં આ પહેલી વખત છે કે જ્યારે ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું છે. ભારતે અંગ્રેજ વિરુદ્ધ 1974માં પહેલી વખત વન-ડે મુકાબલો રમ્યા હતા. 110 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમમાં સૌથી વધુ રન કેપ્ટન રોહિત શર્માએ બનાવ્યા હતાં.