Homeદેશ વિદેશયુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઇતિહાસ રચ્યો

યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઇતિહાસ રચ્યો

બુલડોઝર બાબા તરીકે જાણીતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે યુપીના રાજકારણમાં નવો ઈતિહાસ રચ્યો છે. યોગી યુપીના એકમાત્ર એવા મુખ્ય પ્રધાન બન્યા છે, જે સતત 6 વર્ષ સુધી આ પદ પર રહ્યા. તેમના પહેલા, સંપૂર્ણાનંદ એકમાત્ર એવા નેતા હતા જેમણે 5 વર્ષ અને 345 દિવસ સુધી આ પદ સંભાળ્યું હતું.
યોગી આદિત્યનાથ 19 માર્ચ 2017ના રોજ પ્રથમ વખત દેશના સૌથી મોટા રાજ્ય યુપીના મુખ્ય પ્રધાન બન્યા હતા. આ પછી 2022માં પણ ભાજપને યુપીમાં બહુમતી મળી અને યોગી ફરી એકવાર મુખ્ય પ્રધાન બન્યા. યોગી યુપીના એવા પહેલા નેતા છે જેઓ પોતાનો પ્રથમ કાર્યકાળ પૂરો કરીને બીજી વખત મુખ્ય પ્રધાન બન્યા છે.
જોકે, ગોવિંદ વલ્લભ પંત, ચૌધરી ચરણ સિંહ, હેમવતી નંદન બહુગુણા, નારાયણ દત્ત તિવારી, વિશ્વનાથ પ્રતાપ સિંહ, મુલાયમ સિંહ યાદવ, કલ્યાણ સિંહ, માયાવતી, રાજનાથ સિંહ જેવા દિગ્ગજ નેતાઓ યુપીના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ મુખ્યપ્રધાને સળંગ 5 વર્ષનો કાર્યકાળ પુરો કર્યો નથી. નારાયણ દત્ત તિવારી ત્રણ વખત રાજ્યના મુખ્યપ્રધાન હતા, જ્યારે ભાજપના નેતા કલ્યાણ સિંહ બે વાર મુખ્ય પ્રધાન બન્યા હતા.
યોગી પહેલા અખિલેશ યાદવ યુપીના એકમાત્ર એવા મુખ્ય પ્રધાન રહ્યા છે જેમણે પોતાનો એક કાર્યકાળ પુરો કર્યો હતો. જોકે, તેઓ બીજી વખત સત્તામાં પાછા આવી શક્યા નથી.
દેશના કોઈપણ રાજ્યને પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આપવાનો શ્રેય પણ ઉત્તર પ્રદેશને જ જાય છે. નામ હતું સુચેતા ક્રિપલાણી. તેમણે 1952માં ગોરખપુર સેન્ટ્રલથી સંસદીય ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. 1962 માં, તેમણે મેહદવલથી વિધાનસભાની ચૂંટણી લડી હતી અને સંઘના ચંદ્રશેખર સિંહને હરાવ્યા હતા. તેઓ 2 ઓક્ટોબર 1963 થી 13 માર્ચ 1967 સુધી રાજ્યના સીએમ પણ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -