(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં જીન્સની ફેક્ટરીમાં કામ કરતા કિશોરનું વીજળીનો કરંટ લાગવાથી મૃત્યુ થયું હોવાનો આઘાતજનક બનાવ બન્યો હતો.
ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ ઉલ્હાસનગરમાં જીન્સ બનાવતી ફેક્ટરીમાં ૧૭ વર્ષનો શિવપૂજન સાહુ નામનો યુવક કામ કરતો હતો અને અહીં જ રહેતો હતો.
મંગળવારે મોડી રાતે પાણી લેવા ગયો હતો અને અકસ્માતે તે ઈલેક્ટ્રિક મોટરના સંપર્કમાં આવ્યો હતો અને શૉક લાગવાથી તે ઢળી પડ્યો હતો. કિશોરને તુરંત નજીક આવેલી હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
આ કિશોર મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતી અને ઉલ્હાસનગરમાં ફેક્ટરીમાં કામ કરતો હતો. ઉલ્હાસ નગર પોલીસે ઍક્સિડેન્ટલ મૃત્યુનો કેસ નોંધ્યો હતો.