Homeઆમચી મુંબઈUNSCમાં ભારતે ચલાવ્યો 26/11 હુમલાના પાકિસ્તાની આતંકીનો ઓડિયો

UNSCમાં ભારતે ચલાવ્યો 26/11 હુમલાના પાકિસ્તાની આતંકીનો ઓડિયો

મુંબઈમાં UNSC (United Nations Security Council )માં ચાલી રહેલી મીટિંગમાં ભારતે આર્થિક રાજધાનીમાં થયેલા 26/11 હુમલામાં પાકિસ્તાની કનેક્શનનો ખુલાસો કર્યો હતો.

દેશ-વિદેશના પ્રતિનિધિઓ સામે ભારતે પાકિસ્તાની આતંકીની ઓડિયો ક્લિપ સંભળાવી હતી, જેમાં ષડયંત્રકારી સાજિદ મીર ફોન પર આદેશ આપી રહ્યો હતો કે જ્યાં પણ હલચલ દેખાય, જ્યાં પણ લોકો દેખાય ત્યાં ફાયરિંગ કરો. સાજિદ મીર આ આદેશ ચાબડ હાઉસમાં હાજર આતંકીઓને ફોનના માધ્યમથી આપી રહ્યો હતો. ભારતે વિદેશ પ્રધાન એસ. જયશંકરની ઉપસ્થિતિમાં આ ઓડિયો ક્લિપ આંતરરાષ્ટ્રીય સમુદાયને સંભળાવીને પાકિસ્તાનની પોલ ખોલી હતી.

આ મીટિંગમાં ભારતે જણાવ્યું હતું કે આતંકવાદી સાજિદ મીર આંતરરાષ્ટ્રીય સ્તરે થનારી અન્ય આતંકી ઘટનાઓમાં સામેલ છે. ડેન્માર્કના કેપેનહેગનમાં એક અખબારના તંત્રીને નિશાનો બનાવવાની જવાબદારી તેને આપવામાં આવી હતી, પરંતુ આ પ્લાનનો ખુલાસો થઈ ગયો હતો.

બાદમાં સાજિદ મીરને મૃત ઘોષિક કરવામાં આવ્યો હતો. જોકે, પછી તે જીવીત હોવાના સમાચાર પણ વહેતા થયા હતાં. આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણને કારણે પાકિસ્તાને તેને અરેસ્ટ કર્યો અને સજા પણ સંભળાવી હતી. સાજિદ મીરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી ઘોષિત કરવાની પ્રક્રિયા હજુ પણ અટકેલી છે.

RELATED ARTICLES

Most Popular