છેલ્લાં કેટલાક દિવસથી ગુજરાતના રાજકોટના યુવાનોમાં જાણે પોલીસનો ડર ઓછો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આવું કહેવાનું કારણ એટલું જ કે રાજકોટના મંગરપુર વિસ્તારમાં ફરી બે યુવકોએ ઘર પર પથ્થર મારો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં મનહરપુરમાં પણ આ પ્રકારની ઘટના જોવા મળી હતી અને આ સમસ્યાની પોલીસ ખાતા સમક્ષ રજુઆત પણ કરવામાં આવી હતી. આવી ઘટનાઓનું વધતું પ્રમાણ એ દિશામાં ઈશારો કરી રહ્યો છે કે શું અસામાજિક તત્ત્વોમાં પોલીસની ધાક ઓછી થઈ રહી છે અને તેઓ વધુને વધુ બેફામ બની રહ્યા છે.
મંગરપુરમાં બનેલી ઘટના વિશે વાત કરીએ તો ગઈકાલે રાતે બે યુવકો છેલામાં પથ્થર લઈને બાઈક પર આવ્યા હતા અને તેમણે ઘરના કાચન તોડીને આંતક મચાવ્યો હતો. આવી ઘટનાઓને કારણે મહિલાઓ અને બાળકો ભયના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે.
આખી ઘટના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સ્થાનિકો એવી આશા રાખી રહ્યા છે કે પોલીસ તંત્ર જેમ બને તેમ જલદીમાં જલદી આ બંને યુવકોને શોધીને તેમને કાયદાનું ભાન કરાવે અને નાગરિકોને ભયમાંથી મુકત કરે.
રાજકોટમાં બેફામ યુવકોએ કર્યું આવું…
RELATED ARTICLES