પેટમાં અસહનીય દુખાવો થતા ટોયલેટ ગઇ છાત્રા, બાળકને આપી દીધો જન્મ

સ્પેશિયલ ફિચર્સ

20 વર્ષની છાત્રા નાઇટ આઉટ પર જતા પહેલા ટોયલેટ જાય છે અને ત્યાં તે એક બાળકને જન્મ આપે છે. નવાઇની વાત તો એ છે કે આ છાત્રાને કયારેય ખબર જ ન પડી કે તે પ્રેગ્નેન્ટ છે. એ ફકત એમ માની રહી હતી કે તેને પેટમાં જે દુખાવો થઇ રહ્યો છે તે પીરિયડ્સને કારણે થઇ રહ્યો છે. આ બનાવ બ્રિટનના બ્રિસ્ટલનો છે. ઘટના બાદથી જેસ ડેવિસ નામની છાત્રા આઘાતમાં છે. હજુ તેને વિશ્વાસ થઇ રહ્યો નથી કે તે હવે એક બાળકની માતા છે.
ડેવિસ સાઉથેમ્પટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેને પ્રેગ્નેન્સી જેવા કોઇ સિમ્પટમ્સ નહોતા કે નહોતો બેબી બંપ. છાત્રાનું કહેવું છે કે તેના પિરિયડ્સ હંમેશ અનિયમિત રહ્યા છે. એટલે તેને ધ્યાનમાં ન આવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેને પીરિયડ્સ આવ્યા નથી. 11મી જૂને જયારે જેસ ડેવિસે દીકરાને જન્મ આપ્યો ત્યારે તેને લાગ્યુ કે તે કોઇ સપનુ જોઇ રહી છે.
જેસ ડેવિસ તેના મિત્રો સાથે નાઇટ આઉટ પર જવાની હતી, પણ તેને પેટમાં દુખાવો પણ થઇ રહ્યો હતો. એટલે તે પહેલા ટોયલેટ ગઇ, જયા તેને બાળકને જન્મ આપ્યો. એ પછી સૌથી પહેલા તેણે તેના મિત્રને આ ઘટના અંગે માહિતી આપી, શરૂઆતમાં મિત્રને લાગ્યુ કે જેસ નાઇટ આઉટ માટે ન આવવા માટે બહાનુ બનાવી રહી છે. જોકે, બાદમાં જેસે તેને ફોટો મોકલતા મિત્રને તેની વાત પર ભરોસો થયો હતો. એ પછી એમ્બ્યુલન્સને બોલાવીને જેસ અને તેના નવજાત દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં મા અને દીકરો બંને સ્વસ્થ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.