નવી દિલ્હી: આ વર્ષે કૉમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડર ગ્રેજ્યુએટ (સીયુઇટી-યુજી) ત્રણ શિફ્ટમાં યોજાનાર હોવાનું યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના ચૅરમૅન એમ.જગદેશકુમારે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાપીઠો (યુનિવર્સિટીઓ)ના વિદેશોમાંના કેમ્પસ આફ્રિકા, અખાતના દેશો, થાઇલેન્ડ, વિયેટનામ જેવા દેશોમાં શરૂ કરવા કાર્યવાહી ચાલુ છે અને સંબંધિત માર્ગદર્શિકા તૈયાર કરાઇ છે, જે એક મહિનામાં જાહેર કરાશે.
દર વર્ષે બે શિફ્ટમાં યોજાતી પરીક્ષા આ વર્ષે ત્રણ શિફ્ટમાં યોજાશે. આ પરીક્ષાને જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (જેઇઇ) અને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(એનઇઇટી) જોડે વિલીન કરવાની પણ વિચારણા શરૂ કરી છે. સીયુઇટી-યુજીને જેઇઇ તથા એનઇઇટી સાથે જોડવાનો નિર્ણય લેવાશે તો તેના અમલના બે વર્ષ પહેલાં તેની જાહેરાત કરવામાં આવશે. જગદેશકુમારે જણાવ્યું હતું કે સીયુઇટી-યુજી માટે અત્યાર સુધીમાં ૧૧ લાખ રજિસ્ટ્રેશન્સ થયાં છે. એ પરીક્ષા માટે આ વર્ષે અત્યાર સુધીમાં ૧૧ લાખ રજિસ્ટ્રેશન્સ થયાં છે અને ગયા વર્ષનો ૧૪ લાખ રજિસ્ટ્રેશન્સનો આંકડો પાર કરવાની શક્યતા છે. સ્કોર નોર્મલ કરવામાં ત્રુટિઓ ઘટાડવાની દૃષ્ટિએ સીયુઇટી-યુજીનો શેડ્યુલ એક મહિનાથી ઘટાડીને ૧૦ દિવસનો કરવામાં આવ્યો છે. પરીક્ષાના આયોજનમાં કોઈ ટૅક્નિકલ વાંધો ઊભો થાય તો પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્લાન-બી તરીકે એક્સ્ટ્રા કૉમ્પ્યુટર્સ અને સેન્ટર્સ તૈયાર રાખવામાં આવશે.
સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ ૧૨મા ધોરણના માર્ક્સને આધારે નહીં પણ કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા આપવામાં આવનાર હોવાનું યુજીસીએ ગયા વર્ષના માર્ચ મહિનામાં જાહેર કર્યું હતું.
કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (સીયુઇટી)-યુજીની બીજી આવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ માર્ચ સુધી લંબાવવામાં આવી છે એમ યુજીસી ચૅરમૅન એમ. જગદેશ કુમારે જાહેરાત કરી હતી. અરજીની પ્રક્રિયા ૧૨ માર્ચે પૂરી થવાની હતી. પરીક્ષા ૨૧થી ૩૧ મે દરમિયાન યોજાવાની છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ ગયા વર્ષે માર્ચમાં જાહેરાત કરી હતી કે તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ પ્રવેશ ધોરણ ૧૨ના ગુણ પર નહીં પરંતુ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા હાથ ધરવામાં આવશે. યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ (યુજી) પ્રવેશ પ્રક્રિયા જુલાઈ સુધીમાં પૂર્ણ થશે અને નવું શૈક્ષણિક સત્ર ૧ ઑગસ્ટથી શરૂ થઈ શકે છે. સીયુઇટી-યુજીની પ્રથમ પરીક્ષા ગયા વર્ષે જુલાઈમાં લેવામાં આવી હતી અને તેમાં ઘણી ખામીઓ સર્જાતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ ઘણા કેન્દ્રો પર પરીક્ષા રદ કરી હતી. ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષાની એક રાત પહેલા તે રદ્દ થવાની જાણ કરવામાં આવી હતી પરંતુ અનેક વિદ્યાર્થીઓને કેન્દ્રો પર પહોંચ્યા પછી તે રદ્દ થયાની જાણ થઈ હતી.
(પીટીઆઇ) ઉ