ટેક-વ્યૂ -વિરલ રાઠોડ
દેશની કેન્દ્ર સરકારે ઓગસ્ટ મહિનામાં ટેકનોલોજી ક્ષેત્રે થઈ રહેલા મોટા પરિવર્તનની ગંભીર નોંધ લીધી હતી. જેમાં સૌથી વધારે ચર્ચા બેટરીને કારણે ફાટતા મોબાઈલ અને એકાએક સળગી ઊઠતા વાહનો અંગે કરવામાં આવી હતી. ટેકનોલોજીની દુનિયામાં દરરોજ નવો સૂર્યોદય થાય છે એની સામે પડકાર તો પહાડથી પણ મોટા થતા જાય છે. જેટલા પોર્ટેબલ ડિવાઇસ વધારે એટલા એના ચાર્જર તેમજ પોર્ટ જુદા જુદા હોય છે. આ ઉપરાંત એના કેબલ્સ પણ એટલું જ જુદાપણું ધરાવે છે જેનો એ ડિવાઇસ સિવાય ભાગ્યે જ ઉપયોગ થાય છે.
ચાર્જિંગની દુનિયામાં રિયુઝ અને રિસાયકલ જેવી પૉલિસી એટલી ઝડપથી લાગુ પડતી નથી. આ પાછળનું કારણ જે
તે ડિવાઇસના વોલ્ટ તેમજ કેપેસિટર્સ
હોય છે. એ નથી આગળ જે તે સર્કિટ પણ એકમાત્ર કરતા વધારે ઇલેક્ટ્રોન સહન કરી શકતી નથી.
મોબાઈલ બનાવતી તેમજ લેપટોપ તૈયાર કરતી કંપનીઓ સામે સૌથી મોટી મૂંઝવણ એ છે કે યુનિવર્સલ ચાર્જરની થિયરી દરેક કંપની વિચારી રહી છે પરંતુ અમલમાં મૂકવા સામે અંધારાનો વ્યાપ વધારે છે. કારણ કે કોઈપણ ડિવાઇસ કોઈ એક મધ્યસ્થ મધ્યમ પર યોગ્ય ક્ષમતા ધરાવતું નથી. ચિપથી માંડીને ચેઇન સુધી દરેકની ક્ષમતા તેમજ વિષમતા એકબીજાથી અલગ તરી આવતું પાછું છે. એક સમયે સૌથી વધારે વેચાતા અને વપરાતા નોકિયા મોબાઈલનું ચાર્જર અત્યારે સ્માર્ટફોનમાં ચાલતું નથી. રોલવાળા કેમેરા આવતા ત્યારે એમાં સેલ આવતા એ પછી સેલનું સ્થાન બેટરી એ લીધું જે એડપ્ટર જેટલા કદની આવે છે. એમાં પણ પાછું ચાર્જિંગ તો ખરું જ. ચાર્જ ટેકનોલોજી આવી ત્યારે રાહતનો શ્ર્વાસ એ લેવાયો હતો કે હવે ડિવાઇસ બદલવાની કે વસ્તુ બદલવાની જરૂર મર્યાદિત થઈ જશે. પણ એવી તે ક્યાં ખબર હતી કે ચાર્જિંગ ક્ષેત્રે પણ ચેલેન્જ ઊભી થશે. જેમાં તમામ વાઈરસથી લઈને પોર્ટ સુધી એક સામાન્ય કેબલિંગ દાયકા જેટલો સમય માંગી લેશે. સેલ પર આધારિત ટેકનોલોજી એ સીમિત ક્ષેત્ર બનાવી લીધું ત્યારથી ચાર્જિંગ બેટરી નો વિસ્તાર એટલો વધ્યો કે અત્યારે એની ક્ષિતિજ પણ દેખાતી નથી. ખાસ કરીને મોબાઈલ ફોન તેમજ અન્ય એવા હાથ વગર ઉપકરણો આવતા ચાર્જિંગ ટેક્નિક સતત બદલતી ગઈ.
હકીકત એ પણ સ્વીકારવી પડે કે હવે એ દિવસો દૂર નથી કે મોબાઈલ ફોનથી લઈને લેપટોપ સુધી સિંગલ કેબલ ચાર્જિંગ ફેસિલિટી આવી રહી છે જેમાં માત્ર બદલવાની વસ્તુ એક સામાન્ય પોર્ટ રહેશે. દેશના ગ્રાહક સુરક્ષા મંત્રાલય મોટી કંપનીઓ સાથે એક એવી બેઠક પણ યોજી હતી જેમાં જે તે ડિવાઇસની ચાર્જિંગ ડિપેન્ડન્સીને ખતમ કરવા માટે એક ખાસ રિસર્ચ માટે વિચારણા કરાઈ હતી. વાત એ પણ સાચી છે કે આખરે ક્યાં સુધી ચાર્જિંગ પોર્ટ અને વાયરીંગ કનેક્ટિવિટીના ગૂંચવાડામાં સતત ચાર્જ કરવાનો છે એ વાતથી પીડાતા રહીશું. ક્ધઝ્યુમર ઓફિસના સેક્રેટરીની વાત ખરેખર માનવા જેવી છે કે ભારતમાં ૯૫ ટકા કુલ વસ્તીના લોકો પાસે અત્યારે સ્માર્ટફોન છે જેમાં યુએસબી ટાઈપ સી કેબલ ચાર્જિંગ કેબલ તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે માત્ર બે જ પ્રકારના ચાર્જિંગ કનેક્શન અને
પોર્ટ દરેક ડિવાઇસમાં પ્રાપ્ય બને એ
દિશામાં વિચારવાની જરૂરિયાત નહીં પણ અનિવાર્યતા છે.
ચાર્જિંગવાળી વસ્તુનું લિસ્ટ બનાવીએ તો શરૂઆત જ સૌથી પહેલા મોબાઈલથી થાય. સામાનમાં બીજું કંઈ પેક થાય કે ન થાય પરંતુ ચાર્જર ભુલાવવું ન જોઈએ અને બહારગામ જતી વખતે ચાર્જર એટલું હાથવગું રાખવામાં આવે કે તરત જ મોબાઈલ ચાર્જ કરી શકાય. હાલમાં ગ્રાહકોની પીડા એવી છે કે જો ઓરિજનલ ચાર્જર સાથે કંઈ જ સમસ્યા થાય તો તરત જ એના વિકલ્પ રૂપે બીજા કેબલ કે એડપ્ટર પોર્ટના અનુસંધાને લેવામાં આવે છે. જે ડિવાઇસનો તેમજ વ્યક્તિનો ખર્ચો વધારે છે જેની સામે એક જ લિંક હોવી જરૂરી છે પણ એવું થતું નથી. હજુ તો સરકાર ઈલેક્ટ્રિક વાહનો થકી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાની દિશામાં પાપા પગલી કરી રહી છે જ્યાં એક ડિવાઇસ એ જ કંપનીના ડિવાઇસના બીજા મૉડલ સાથે ચાર્જિંગના મામલે મેચ નથી ત્યાં એ વ્હિકલમાં પેચ કેવી રીતે બેસવાનો? હવે આજે કેબલિંગ અને પોર્ટ બનાવતી નાની એવી કંપનીઓ વચ્ચેની કોમ્પિટિશન છે ત્યાં ડિવાઇસ તો મોંઘા રહેવાના છે કારણ કે સોફ્ટવેર કરતા ચીપ મોંઘી છે. કેબલ કરતાં એક્ટિવેશન કનેક્શન મોંઘા છે. મોબાઇલ કરતા એસેસરીઝ ચાર્જરની તુલનામાં ભાવ વધારો કરી શકે છે.
ટેકનોલોજીની માર્કેટમાં જ્યાં મન ફાવે એવો ભાવ વસૂલાય છે ત્યાં ચાર્જિંગ પોલિસી અને ડિવાઇસ ટેકનોલોજી હજુ આવવાની બાકી છે. હજુ તો ૦.૫ ટકા પણ કોઈ પ્રકારનું કામ થયું જ નથી ત્યાં દુનિયાની કંપનીઓ ચાર્જરની મથામણને કાયમી ધોરણે ખતમ કરવા માંગે છે જ્યાં માત્ર બે કેબલ અને બે જુદા જુદા પોર્ટ થી સમગ્ર ડિવાઇસ તેમજ ચીપસેટ સિસ્ટમ ચાલી જાય એ સૌથી મોટો ટાર્ગેટ છે. કોમન પોર્ટ અને યુનિવર્સલ ચાર્જર અટેચમેન્ટ આમ તો કોઈ કાળે શક્ય બને એવું લાગતું નથી. વાતનું ધ્યાન એ પણ રાખવાનું છે કે ચાર્જના જે તે સમય પછી વસ્તુ ફાટવી ન જોઈએ અન્યથા જે તે વ્યક્તિનો દિમાગ જોડામુખીના મુખની જેમ ફાટશે.
——
આઉટ ઓફ ધ બોક્સ
સંબંધોને સમયાંતરે રિચાર્જ કરવા જોઈએ જેનાથી વ્યવહાર ટકે, બસ કેબલિંગ સાચું અને પોર્ટ ખરો હોવો જોઈએ જેથી રિલેશનશિપનો થાક ના લાગે.