બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ
બ્રહ્માંડમાં વિજ્ઞાન ક્ષેત્રે જેને પ્રથમવાર એકતા દર્શાવી હોય તો તે ગેલિલિયો ગેલિલાઈ હતો. તેણે જ્યારે ૧૬૧૦માં ચંદ્ર પર તેનું નાનું દૂરબીન તાક્યું ત્યારે તે આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ બોલી ઉઠ્યો કે ચંદ્ર તો પૃથ્વી જેવો જ છે. તેના પર ખાડા છે, ટેકરા છે, જમીન છે, સપાટ મદાનો છે અને મહાસાગરો છે. આપણે ત્યાં જઈને ઊતરી શકીશું અને ૩૬૦ વર્ષ પછી આ શક્ય પણ બન્યું.
સત્તરમી સદીના ત્રીજા ચરણમાં આઈઝેક ન્યુટને સાબિત કર્યું ગુરુત્વાકર્ષણ વૈશ્ર્વિક છે. તે પૃથ્વી પર સાચું છે, તેમ બ્રહ્માંડમાં પણ સાચું છે. માટે જ ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમને ન્યુટનનો વૈશ્ર્વિક ગુરુત્વાકર્ષણનો નિયમ કહે છે અને તેમાં ઊપસતા સપ્રમાણતાના અચલને ન્યુટનનો વૈશ્ર્વિક ગુરુત્વાકર્ષણનો અચલ (ભજ્ઞક્ષતફિંક્ષિ)ં કહે છે અને તેને ૠ ના અક્ષરથી રજૂ કરવામાં આવે છે.
બૌધાયન-પાયથાગોરસનો નિયમ પણ બે બિન્દુ વચ્ચેના અંતર માપવાનો વૈશ્ર્વિક નિયમ છે. પૃથ્વીનો ગુરુત્વાકર્ષણનો પ્રવેગ ’લ’ એ વૈશ્ર્વિક અચલ નથી. તે પિંડે પિંડે અલગ
હોય છે.
પૂરું ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર વૈશ્ર્વિક છે. ગણિતશાસ્ત્ર ક્યાં નથી? ખગોળશાસ્ત્ર ક્યાંથી નથી? જ્ઞાન-વિજ્ઞાનની બધી જ શાખાના જ્ઞાનમાં ગણિતશાસ્ત્ર ઓત-પ્રોત થયેલું છે. ગણિતની મદદ વગર દિવસ પસાર કરી જુઓ તમને ખબર પડે કે ગણિત શું છે? હકીકતમાં ગણિત બ્રહ્માંડનું હાડપિંડર છે જેના પર લોહી-માંસરૂપી પદાર્થ ઊર્જા રહેલાં છે અને બ્રહ્માંડનું સુંદર સર્જન કરે છે. જ્ઞાન-વિજ્ઞાનનો કોઈ પણ વિષય નથી જ્યાં તમને ગણિતશાસ્ત્ર દેખાય નહીં. સ્ટેટીસ્ટિક્સ (સાંખ્યશાસ્ત્ર) ભૂમિતિ, બીજગણિત એ બધા ગણિત જ છે. બીજ ગણિતનાં સમીકરણો એ ભૂમિતિ દૃશ્યમાન કરે છે.
ભૌતિકશાસ્ત્ર તો ગણિતશાસ્ત્ર જ છે અને ગણિતશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર જ છે. રસાયણશાસ્ત્રમાં ગણિતશાસ્ત્ર છે, ભૌતિકશાસ્ત્ર છે. જીવવિજ્ઞાનશાસ્ત્ર જીનિટિક ઈન્જિનિયરિંગ, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર વગેરેમાં ગણિતશાસ્ત્ર સમાયેલું છે. કૉમ્પ્યુટરશાસ્ત્ર, આર્ટિફિસિયલ ઈન્ટેલીજન્સ તો ગણિતશાસ્ત્ર પર જ નિર્ભર છે.
પાણીનું વ્યાકરણ ગણિતશાસ્ત્ર પર આધાર રાખે છે. બધાં જ અલ્ગોરિધલ ગણિતશાસ્ત્ર જ છે. ભાષા એટલે વિજ્ઞાન, વિજ્ઞાનને રજૂ કરવા ભાષા – ખગોળ વિજ્ઞાન એટલે ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર.
અંતરિક્ષ લાગે તો ખાલી પણ તેમાંથી જ બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે. તે જ ઊર્જા છે, તે જ અગ્નિ છે. પ્રાચીન ભારતીય મનીષિઓ બ્રહ્માંડને બ્રહ્મન કહે છે. બ્રહ્માંડ શબ્દ જ બ્રહ્મન ઉપરથી આવ્યો છે. બ્રહ્માંડમાં આટલી બધી અભેદતા છે.
શિલ્પશાસ્ત્ર, પુરાતત્વવિજ્ઞાન કોઈ પણ ડિઝાઈન કે પ્રકલ્પ ગણિતશાસ્ત્ર પર નિર્ભર છે. ગણિતશાસ્ત્ર આમ તો અમૂર્ત (ફબતિિંફભિ)ં શાસ્ત્ર છે પણ તે બધી વસ્તુને મૂર્તિબિંત કરે છે. નિરંજન-નિરાકાર ગણિત બધાં જ આકારો ઉત્પન્ન કરે છે. તે બ્રહ્મનનું બીજું નામ છે.
ખગોળ વિજ્ઞાનમાં અંતરો ગણિતશાસ્ત્ર માપે છે, ગતિવિધિ ભૌતિકશાસ્ત્ર માપે છે અને બ્રહ્માંડમાં જીવન રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન રજૂ કરે છે. વિજ્ઞાન સાહિત્ય દ્વારા રજૂ થાય છે અને સાહિત્યમાં વિજ્ઞાન છે. ખગોળ વિજ્ઞાન અને બ્રહ્માંડ પ્રશ્ર્નો ખડા કરે છે. વિજ્ઞાને તેના જવાબો શોધે છે અને આ રીતે નવા નવા શાસ્ત્રો ઉત્પન્ન થાય છે.
કેશાકર્ષણનો નિયમ
તો ભૌતિકશાસ્ત્રનો છે પણ વૃક્ષના મૂળમાંથી પાણી, પ્રવાહી સ્વરૂપ ખાધ પ્રદાર્થ છેક વૃક્ષની ટોચ પર કેશાકર્ષણથી પહોંચે છે. આમ ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્રમાં પ્રવેશ કરે છે. પેનની નીબમાં જે શાહી આવે છે તે પણ કેશાકર્ષણની દેન છે. આપણા શરીરના દરેકે દરેક ભાગમાં, ખૂણામાં જે લોહી પહોંચે છે તે તદ્દન પાતળી રક્તવાહિની દ્વારા પહોંચે છે અને દાઢી કરવાના બ્રસમાં જે પાણી ભરાઈ રહે છે તે કેશાકર્ષણનું કાર્ય છે. આમ વામન કેશાકર્ષણ એક વિરાટ થઈને આપણી સમક્ષ રજૂ થાય છે. વામન અને વિરાટની આ એકતા છે.
૧૮૨૫માં રોબર્ટ બ્રાઉન નામનો વનસ્પતિશાસ્ત્રી હતો. તેને પોલન ગ્રેઇન્સને પાણીમાં નાખ્યાં તો તે હલતાં જ રહ્યાં, હલતાં જ રહ્યા. બ્રાઉનને ખબર પડતી નહોતી કે આમ કેમ થાય છે. છેક ૧૯૦૫ની સાલમાં આઇન્સ્ટાઈને સમજાવ્યું કે પ્રવાહી અણુઓનું બનેલું છે અને તેના અણુ-પરમાણુઓ સતત ગતિ કર્યા જ કરે છે, રેન્ડમ મોશન કર્યા જ કરે છે જેથી પોલન ગ્રેઇન્સ પણ સતત હલતી દેખાઈ છે. આમ વનસ્પતિશાસ્ત્રની ક્રિયાને ભૌતિકશાસ્ત્ર સમજાવે છે.
કાચ રસાયણશાસ્ત્રની દેન છે. પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના નિયમો ભૌતિકશાસ્ત્ર છે. બંનેએ મળીને આપણને ચશ્માં આપ્યા છે. આમ રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર એકના એક છે. ખગોળવિજ્ઞાનમાં નિરીક્ષણો મોટા મોટા દૂરબીનોથી થાય છે, પણ તેમાં મુખ્ય રોલ કાચનો છે જે રસાયણશાસ્ત્ર છે. આમ રસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્રમાં પ્રવેશે છે. ઇલેક્ટ્રોનનો પદાર્થ અને ભાર તદ્દન નગણ્ય છે પણ તેનું કામ વિરાટ છે. વિદ્યુતપ્રવાહ સંદેશવ્યવહાર રસાયણશાસ્ત્ર ઇલેક્ટ્રોનનું કર્તવ્ય છે.
ન્યુટનના યંત્રશાસ્ત્રના નિયમો તો છે, પણ એને સાબિત કેવી રીતે કરવા? મોટરકારની મદદ વડે કરી શકાય પણ મોટરકારમાં પેટ્રોલ તો નાખવું પડે ને? અહીં રસાયણશાસ્ત્ર, યંત્રશાસ્ત્રમાં પ્રવેશે છે.
રૉકેટો આકાશમાં જાય છે, તે ન્યુટનના ગતિશાસ્ત્રના નિયમોને આધારે જાય છે પણ તેમાં જે ઇંધણ વપરાય છે, પ્રવાહી ઑક્સિજન અને પ્રવાહી હાઈડ્રોજન તે રસાયણશાસ્ત્રની દેન છે કે રસાયણશાસ્ત્રે વાયુઓનાં ગુણધર્મો જાણ્યા. પ્રાચીન સમયમાં એમ મનાતું કે આકાશ ખાલીખમ છે, પણ પછી ખબર પડી કે તેમાં વાયુમંડળ છે. પછી લોકો માનવા લાગ્યાં કે પૂરું બ્રહ્માંડ વાયુમંડળથી ભરેલું છે, પણ પછી ખબર પડી કે પૃથ્વીની ફરતે કે બીજા ગ્રહોની ફરતે તેના ગુરુત્વાકર્ષણને લીધે વાયુમંડળ વીંટળાઈ રહ્યાં છે. રૉકેટમાં ઇંધણ માટે કે બીજાં કાર્યો માટે ઑક્સિજન અને હાઇડ્રોજન વાયુઓનાં પ્રવાહી કરવા માટે વળી ભૌતિકશાસ્ત્રની મદદ લેવી પડે. વાયુઓનાં પ્રવાહી કરવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા વળી એક સાદી દરરોજ આપણને દેખાતી ભૌતિક ક્રિયાના નિરીક્ષણ પરથી આવી છે કે વરાળ ઠંડી પડે ત્યારે પાણી થાય છે. તો વિજ્ઞાનીઓને થયું કે રોકેટ સાથે ઘર ઘર જેવડા ઑક્સિજન અને હાઇડ્રોજન વાયુના સિલીન્ડરો જોડવા તે ઘણું અગવડતાભર્યું છે અને તે રોકેટને આકાશમાં ઊંચે લઈ જવા માટે આડું આવે છે, તેમાં વધારે બળ લગાડવું પડે છે તો જો આ વાયુને પ્રવાહી બનાવીએ તો નાના નાના નળાકારમાં તેટલો જ વાયુ પ્રવાહીરૂપે ભરી શકાય જેથી અંતરીક્ષ વિજ્ઞાન આગળ વધે. જુઓ વિજ્ઞાનમાં કે ક્યાંય પણ નિરીક્ષણ કેટલું બધું ઉપયોગી છે. નિરીક્ષણે આપણને આવો ઉમદા અને ઉપયોગી વિચાર આપ્યો. આ વિચાર હકીકતમાં ભૌતિકશાસ્ત્રનો વિચાર છે. આમ રોકેટ ઉડ્ડયનમાં રસાયણશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર પ્રવેશ્યા. અંતરિક્ષવિજ્ઞાનમાં આ બધાં શાસ્ત્રો ભેગા મળીને કાર્ય કરે છે.
આઈન્સ્ટાઈનનો વિસ્તૃત સાપેક્ષવાદ બ્રાહ્માંડની રચના અને કાર્યને સમજાવવાની ગુરુત્વાકર્ષણની થીઅરી છે, પણ તેનો આધાર શુદ્ધ ભૂમિતિ, …… શાસ્ત્ર (કેલ્ડયુલસ) અને બે બિન્દુ વચ્ચેના અંતર માપવાની ક્રિયા બૌદ્યાયન – પાયથાગોરસ પ્રમેય પર આધારિત છે. અહીં ગુરુત્વાકર્ષણના ભૌતિકશાસ્ત્રનું ભૂમિતિકરણ છે.
ધાતુની ઘનતા, પ્રવાહીની ઘનતા, આકાશગંગામાં તારાની ઘનતા, શહેરમાં નગરજનોની ઘનતા, વાયુઓની ઘનતા, વિદ્યુતભારની ઘનતા. આમ ઘનતા એક વિચાર છે પણ તેનાં સ્વરૂપો ઘણાં છે. તે જ રીતે પાણીનો પ્રવાહ, પવનનો પ્રવાહ, ગરમીનો પ્રવાહ, વિદ્યુતનો પ્રવાહ, શરીરમાં લોહીનો પ્રવાહ. આમ પ્રવાહ એક વિચાર છે પણ આપણને તે જગ્યાએ દૃશ્યમાન થાય છે. તેવી જ રીતે વાયુનું દબાણ, પાણીનું કે પ્રવાહીનું દબાણ, લોહીનું દબાણ. આમ દબાણનો એક જ વિચાર છે પણ તે જગ્યાએ જગ્યાએ દૃશ્યમાન થાય છે.
આમ બ્રહ્માંડ ઘણી વિવિધ ક્રિયા-પ્રક્રિયા વિચારોનું અસ્તિત્વ છે. સમાજ પણ વિવિધતાથી બને છે. એક માનવીથી બનતો નથી. હાથમાં ઘણા પ્રકારની આંગળીઓ છે, દરેકને પોતપોતાનું કાર્ય છે. આમ વિવિધતા એકતા બનીને કાર્ય કરે તો સુખ-શાંતિ જળવાય. ટીમવર્ક જરૂરી છે. સમાજમાં વિવિધ જાતિના લોકોએ ભેગા મળી કાર્ય કરવું જોઈએ. બ્રહ્માંડમાં વિવિધતા કેવી એકતાથી કામ કરી બ્રહ્માંડને નંદનવન બનાવી રાખે છે તે આપણે જોવાનું છે. કોઈ એકથી બ્રહ્માંડ બને જ નહીં, સમાજ બને જ નહીં. પાણીના ચોસલા પડી શકે નહીં તેમ જ્ઞાન-વિજ્ઞાનના ચોસલા પડી શકે નહીં. એ તો જ્ઞાન-વિજ્ઞાન ઘણું વધી ગયું એટલે તેની શાખા-પ્રશાખા કરવી પડી. (નોલેજ કેનનોટ બી કમ્પાર્ટમેન્ટલાઈઝડ સક્ષજ્ઞૂહયમલય ભફક્ષક્ષજ્ઞિં બય ભજ્ઞળાફિળિંયક્ષફિંહશુયમ) બ્રહ્માંડને સમજવું હોય તો જ્ઞાન-વિજ્ઞાનની બધી જ શાખાઓની જરૂર પડે.
પદાર્થમાં તત્ત્વો છે. તત્ત્વોમાં અણુઓ છે. અણુઓમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છે. ન્યુટ્રોન ઇલેક્ટ્રોન અને પ્રોટોનના બનેલાં છે. પ્રોટોનમાં ક્વાર્કસ, તેમાં ઊર્જા છે, ચેતના છે જે બ્રહ્માંડની ચેતના છે. જે મારામાં છે અને તમારામાં પણ તે જ ચેતના છે. પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓએ તેને બ્રહ્મન કહી છે. આમ છેવટે બધું એકના એક છે. વેદોનો અદ્ભુત વાદ છે જેનો જગદ્ગુરુ આદ્ય શંકરાચાર્યે ખૂબ જ પ્રચાર કર્યો છે. જેમ આપણા નરસિંહ મહેતાએ ગાયું છે, તેમ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ ઝૂઝવે રૂપે અનંત ભાસે. ઘાટ ઘડિયા પછી નામરૂપ ઝૂઝવું, અંતે તો હેમનું હેમ હોય, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ બ્રહ્માંડમાં અદ્વૈતમાંથી દ્વૈત જન્મ્યું છે. નિરંજન-નિરાકારમાંથી બ્રહ્માંડે આકાર લીધો છે. આપણે બધા એ જ બ્રહ્મના એક જ ઊર્જાના એ જ અંતરીક્ષ અને સમયના ગઠન છીએ.