Homeદેશ વિદેશરવિન્દ્ર જાડેજાએ કમાલ કરી, બનાવ્યો અનોખો રેકોર્ડ

રવિન્દ્ર જાડેજાએ કમાલ કરી, બનાવ્યો અનોખો રેકોર્ડ

બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ હાલમાં દિલ્હીમાં રમાઇ રહી છે. આ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ ઉસ્માન ખ્વાજાની વિકેટ લઇને મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી 2500 રન અને 250 વિકેટ લેઇને ડબલ રેકોર્ડ કરનારો ભારતીય ખેલાડી બન્યો છે. આ સાથે તે 250 ટેસ્ટ વિકેટ અને 2500 ટેસ્ટ રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય અને વિશ્વ ક્રિકેટમાં બીજો સૌથી ઝડપી ખેલાડી બન્યો છે. રવિન્દ્ર જાડેજાએ 62 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. અત્યાર સુધી ભારતમાં આ રેકોર્ડ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવના નામે હતો. તેમણે 64 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. વૈશ્વિક ક્રિકેટની વાત કરીએ તો માત્ર ઇયાન બોથમ જ જાડેજાથી આગળ છે. ઇયાન બોથમે 55 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારત તરફથી અત્યાર સુધીમાં કપિલ દેવ, અનિલ કુંબલે અને અશ્વિન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular