Homeટોપ ન્યૂઝપ. બંગાળમાં કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીની તબિયત બગડી

પ. બંગાળમાં કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીની તબિયત બગડી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના પ્રધાન નીતિન ગડકરીની તબિયત આજે એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર અચાનક બગડી ગઇ હતી. નીતિન ગડકરી પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. અચાનક સુગર લેવલ ઘટવાથી તેમની તબિયત લથડી હતી. જે બાદ હોસ્પિટલના ડોકટરોની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ અધિકારીઓને સમગ્ર પરિસ્થિતિને સંભાળવા જણાવ્યું હતુ. જે બાદ નીતિન ગડકરીને સ્થળની બહાર લઈ જવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે તેઓ રાજુ બિષ્ટના ઘરે આરામ કરવા જવા રવાના થયા હતા. કેન્દ્રીય મંત્રીની સારવાર માટે તેમના મટીગરા નિવાસસ્થાને વ્યવસ્થા કરવામાં આવશે. તેમની સાથે એક ડોક્ટર પણ છે.
નીતિન ગડકરી સિલીગુડીના શિવ મંદિરથી સેવકની છાવણી સુધીના રસ્તાનો શિલાન્યાસ કરવા આવ્યા હતા. દાર્જિલિંગ જંકશન પાસેના દાગાપુર મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્ટેજ પર બીમાર જણાતા હતા, જેથી કાર્યક્રમ તાત્કાલિક અટકાવી દેવામાં આવ્યો હતો. સિલીગુડીમાં સમારોહ બાદ નીતિન ગડકરીને દાલખોલા લઈ જવાના હતા.

RELATED ARTICLES

Most Popular