મુખ્તાર અબ્બાસ નકવી બની શકે છે J&Kના નવા લેફ્ટનન્ટ ગવર્નર

દેશ વિદેશ

કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાનું સ્થાન લે તેવી શક્યતા છે કારણ કે ચૂંટણી પંચ વર્ષના અંત પહેલા કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની તૈયારી કરી રહ્યું છે, એમ ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.
આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, “જમ્મુ કાશ્મીરમાં તાજેતરના ટાર્ગેટ કિલિંગ્સ અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર વહેલામાં વહેલી તકે સત્તામાં આવે તેવી જનઆતુરતા પછી કેન્દ્ર સરકાર માટે J&K માં ઉપરાજ્યપાલના પદ માટે નકવી ટોચની પસંદગી તરીકે ઉભરી આવ્યા હતા. ઉપરાજ્યપાલનું પદ મેળવવાની તેમની સંભાવનાને ધ્યાનમાં રાખીને, ભાજપે તાજેતરની રાજ્યસભાની ચૂંટણીમાં નકવીને મેદાનમાં ન ઉતારવાનો નિર્ણય લીધો હતો. સરકાર અને પક્ષમાં બહોળા અનુભવને કારણે અને કાશ્મીર ખીણમાં સાચો સંદેશ મોકલવા માટે તેમની આ પદ માટે વિચારણા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થાય તે પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં લોકપ્રિય સરકાર બનાવવાના તેના વચનને પૂર્ણ કરવા માટે ગંભીર છે,” એમ એક સ્ત્રોતે કહ્યું હતું.
મનોજ સિંહાએ ઓગસ્ટ 2020માં જીસી મુર્મુનું સ્થાન લીધું, જેમણે તત્કાલીન રાજ્યપાલ સત્યપાલ મલિક પાસેથી કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ ઉપરાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ 370 રદ કરવામાં આવી તે પહેલાં મલિક J&Kના છેલ્લા રાજ્યપાલ હતા.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, નકવી J&K વહીવટમાં ટોચના સ્તરે કેટલાક ફેરફારો કરશે તેવી અપેક્ષા છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.