જો મહાવિકાસ આઘાડીને બચાવવાનો પ્રયત્ન કર્યો તો…શરદ પવારને મળી ધમકી- સંજય રાઉતનો દાવો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઇવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા વચ્ચે શિવસેનાએ એનસીપીના વડા શરદ પવારને ધમકી મળી હોવાનો દાવો કર્યો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે ભાજપના એક કેન્દ્રીય પ્રધાને ધમકી આપી છે કે જો મહાવિકાસ આઘાડી સરકારને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો શરદ પવારને ઘર નહીં જવા દઇએ. રસ્તામાં રોકીશું. રાઉતે કહ્યું છે કે મહાવિકાસ આઘાડી સરકાર રહે કે ન રહે, પણ શરદ પવાર માટે આવી ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. મોદીજી અને અમિત શાહ તમારા પ્રધાનો શરદ પવારને ધમકી આપી રહ્યા છે. શું આવી ધમકીઓને તમારું સમર્થન છે? મહારાષ્ટ્રમાં જે કંઇપણ થઇ રહ્યું છે તેમાં ભાજપનો હાથ છે અને હવે આ લડાઇ કાનૂની રીતે લડવામાં આવશે. સંખ્યા બળ કાગળ પર વધુ હોઇ શકે છે. સરકાર કયારે બનશે, બનશે કે નહીં ખબર નહીં. આંકડો કયારેય સ્થિર નથી રહેતો. સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને લઇને કહ્યું છે કે એકનાથ શિંદે જૂથ જે અમને પડકાર આપી રહ્યું છે તેમને એ અનુભવવું જોઇએ કે શિવસેનાના કાર્યકર્તાઓ હજુ રસ્તા પર ઉતર્યા નથી. આ પ્રકારની લડાઇઓ કાયદાથી લડવામાં આવે છે અથવા તો રસ્તા પર ઉતરીને. જરૂર પડશે તો અમારા કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.