Homeટોપ ન્યૂઝUnion Budget 2023-24: રેલ્વે માટે અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી, 2.40 લાખ...

Union Budget 2023-24: રેલ્વે માટે અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી, 2.40 લાખ કરોડ ફળવાયા

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ભાષણની શરૂઆત કરી છે અને નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે.

નાણાપ્રધાને કહ્યું કે રેલ્વે માટે 2.40 લાખ કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જે રેલ્વે માટે અત્યાર સુધીની સૌથી વધુ બજેટ ફાળવણી છે. જે વર્ષ 2014માં આપવામાં આવેલી અંદાજપત્રીય ફાળવણી કરતાં 9 ગણી વધારે છે.
નાણાપ્રધાને કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ અમારી ત્રીજી પ્રાથમિકતા હશે અને સરકારે કેપિટલ ખર્ચમાં 33 ટકાનો વધારો કર્યો છે. જેથી દેશના વિકાસને વેગ મળે. તેનાથી રોજગારમાં મદદ મળશે.
કેપિટલ ખર્ચ માટે બજેટમાં 10 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રેલ, રોડ અને રસ્તા સહિતના મહત્વના ક્ષેત્રોમાં ખાનગી રોકાણ પર ભાર મૂકવામાં આવ્યો છે. 157 નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે અને 2014 પછી 157 નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી
નાણાપ્રધાને કહ્યું કે મિશન કર્મયોગી અંતર્ગત કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને ઓનલાઈન ટ્રેનિંગ પ્લેટફોર્મ શરૂ કરશે. આ માટે સરકારી કર્મચારીઓના કૌશલ્યમાં વધારો કરવામાં આવશે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ત્રણ કેન્દ્રો સ્થાપવામાં આવશે અને તેમના દ્વારા સંશોધન કરવામાં આવશે. આરોગ્ય, કૃષિ જેવા ક્ષેત્રોમાં સમસ્યાઓ દૂર કરવા પર ચર્ચા થશે.
KYC પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને નાણાકીય વ્યવસ્થા સાથે તેને સંપૂર્ણ રીતે ડિજિટાઇઝ કરવામાં આવશે. ઓળખ અને સરનામા માટે વન સ્ટોપ સોલ્યુશન કરવામાં આવશે. તમામ ડિજિટલ સિસ્ટમ માટે PANથી ઓળખવામાં આવશે. સેન્ટ્રલાઈઝ ફાઇલિંગ પ્રક્રિયા સેટઅપ કરવામાં આવશે. કોમન પોર્ટલ દ્વારા એક જ જગ્યાએ ડેટા એકઠા થશે, તેનો ઉપયોગ વિવિધ એજન્સીઓ કરી શકશે. વારંવાર ડેટા આપવાની જરૂર રહેશે નહીં, પરંતુ આ માટે યુઝરની સંમતિ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular