ચારણો અને ચારણી સાહિત્ય વિશેનો અલભ્ય ગ્રંથ…

ઉત્સવ

અલભ્ય ગ્રંથવિશ્ર્વ -પરીક્ષિત જોશી

નામ- ચારણો અન્ો ચારણી સાહિત્ય
વ્યાખ્યાતા- ઝવેરચંદ મેઘાણી
પ્રકાશક-ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
પ્રકાશન વર્ષ-૧૯૪૩
કુલ પાના- ૨૨૦
કિંમત- એક રૂપિયો
-સ્વદેશભક્ત અન્ો સંસારસુધારક રા.સા. મહીપતરામ રૂપરામના પત્ની સૌ. પાર્વતીકુંવરનું વર્ષ ૧૮૮૦માં અવસાન થયું. એમના સ્મરણમાં એ વખત્ો રૂ. ૨૦૦૦નું એક ભંડોળ ઊભું કરવામાં આવ્યું અન્ો એની વ્યવસ્થા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીન્ો સોંપવામાં આવી. ભંડોળની રકમના વ્યાજમાંથી આ પુસ્તક પ્ાૂર્વે ૧૩ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં હતાં. જેમાં સીતા-દમયંતીનાં આખ્યાન, નારી શિક્ષા ભાગ-૧ અન્ો ૨, પાર્વતીકુંવરનું ચરિત્ર, કુમારી કાર્પ્ોન્ટરનું જીવનચરિત્ર, કુટુંબનું અભિમાન અન્ો પોતનો દુરાગ્રહ, નસીબ અન્ો ઉદ્યોગ વિશે નિબંધ, ગ્ાૃહિણી કર્તવ્ય દીપિકા, નામાંકિત નારીઓ, શિક્ષણશાસ્ત્ર, ખગોળ વિદ્યા સંબંધી વ્યાખ્યાનમાળા, પદાર્થવિજ્ઞાન અન્ો બાળકનું ગ્ાૃહશિક્ષણ જેવાં પુસ્તકોનો સમાસ થાય છે.
૧૯૪૨માં ઝવેરચંદ મેઘાણીએ ચારણો અન્ો ચારણી સાહિત્ય વિશે વિદ્યાવિસ્તાર વ્યાખ્યાન આપ્યાં હતાં એ વ્યાખ્યાનો અહીં પુસ્તકાકારે ગ્રંથસ્થ થયાં છે. પોતાના નિવેદનમાં ઝવેરચંદ મેઘાણી નોંધે છે કે આ વિષયે એમણે વ્યાખ્યાન તો આપી દીધું અન્ો એ બુદ્ધિપ્રકાશમાં પ્રકાશિત પણ થઈ જાત પરંતુ આ વિષય પર એમન્ો ઘણું કહેવું હતું એ રહી ગયું છે. ત્યારે રસિકલાલભાઈએ આ વ્યાખ્યાનન્ો મઠારી, વિસ્તારીન્ો પુસ્તક રુપ્ો આપવાની તક આપી. પુસ્તકમાં ટાંકેલા ઘણાંક ચારણી અવતરણો મેઘાણીજીએ પોતાના પુસ્તકો સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ, સોરઠી બહારવટિયા ભાગ ત્રણ, ઋતુગીતો, સોરઠી ગીતકથાઓ અન્ો પીલાણી ગ્રંથમાળાના પ્રકાશન રાજસ્થાનરા દુહા ઈત્યાદિ પુસ્તકોમાંથી અન્ો ચારણ નામે ત્રૈમાસિકમાંથી આપ્યા છે. એ સિવાય પુષ્કળ સામગ્રી એમની પાસ્ો અપ્રગટ પડી હતી એમાંથી પણ લીધી છે. પરિશિષ્ટોમાં મૂકેલી માહિતી ચારણ સ્ન્ોહી પીંગળશી પરબતભાઈ પાયક દ્વારા ઉપલબ્ધ કરાવી આપ્યાની નોંધ પણ મેઘાણીએ કરી છે.
કુલ ૨૨૦ પાનાના ફલક પર વિસ્તરેલું આ પુસ્તક ૧૩ પ્રકરણ અન્ો ચાર પરિશિષ્ટ ઉપરાંત સ્ાૂચિઓ અન્ો શુદ્ધિપત્રક સુધ્ધાં સમાવી લે છે. પ્રકરણની સ્ાૂચિ પર નજર નાખીએ તો પોતાના વ્યાખ્યાનમાં મેઘાણીએ આવરી લીધેલા વિષયો અન્ો એનો વ્યાપ ખ્યાલ આવે છે. એમાં જાતિગત ઈતિહાસ, પુરાણો-પ્રબંધોમાં ચારણી પ્રતિષ્ઠા, યુરોપનો ચારણ, ચારણવાણી અન્ો પ્રાકૃત, ડિંગળ, છંદોબદ્ધ લાંબાં કાવ્યો, ચારણ-કાવ્યની વિષયસામગ્રી, સીમાડાના સંગ્રામો, નિસર્ગલીલા, દુહાની દુનિયા, વારતા-કથનનું ગદ્ય અન્ો ચારણે ઉપાસ્ોલું જીવન જેવાં પ્રકરણોમાં ચારણ અન્ો ચારણી સાહિત્યની વાત સચવાયેલી છે.
પુસ્તક્ધો અંત્ો ચાર પરિશિષ્ટમાં શાસ્ત્રો-પુરાણોમાં ચારણ વિશે ઉલ્લેખ, ચારણોની શાખાઓ, ચારણી કવિઓની ઈતર જાતિઓ અન્ો જાણીતા વિદ્વાન ચારણો ન્ો ત્ોની કૃતિઓનો સમાવેશ થાય છે. ચારણી સાહિત્યની સ્ાૂચિઓમાં વ્યક્તિવિશેષ, કાવ્યો અન્ો કિસ્સા, પ્રદેશિક નામો, ઈતર વિષયો, ચારણી શબ્દો, અંગ્રેજી ઉલ્લેખો ઇત્યાદિની સ્ાૂચિઓ આમેજ કરી છે.
પોતાના વ્યાખ્યાનની પ્ાૂર્વભૂમિકા આપતાં મેઘાણી કહે છે કે, ગુજરાત આજે પુનરુત્થાનની અવસ્થામાંથી પસાર થાય છે. સુંસા પ્ોસા ચાર વાળી તિરસ્કારોક્તિ, જે હજુ તો તાજી, ગઈ કાલની હતી, ત્ોન્ો આપણે યત્નથી જ યાદ કરી શકીએ છીએ. એનું કારણ આપણન્ો આપણા સંસ્કાર-વારસાનું નવું થયેલું આત્મભાન છે. આત્મભાનનાં આંદોલનોના ઝંડા ઉઠાવનારાઓ પણ ઘણા ખરા તો એ જ યુનિ.માંથી જ પાકેલા પુરુષો હતા. નર્મદથી માંડીન્ો મુન્શી સુધીના ગુજરાતના ન્ાૂતન આત્મભાન અન્ો નવજાગ્ાૃતિના ન્ોકીદારોએ છુપી રીત્ો પણ પોતાની મશાલ તો રાજાબાઈ ટાવરના દીવામાંથી જ ચેતાવી હતી.
ઋગ્વેદમાં, વાલ્મિકી રામાયણમાં, મહાભારતમાં, શ્રીમદ્ ભાગવતમાં, જૈન શાસ્ત્રોમાં ચારણનો નિર્દેશ છે. ચારણની વાણી ડિંગળ વિશે કેટલાક એન્ો ડિંગ્ોડિંગ કહે છે તો બીજા કેટલાંક ડિંગા એટલે કે રાજસ્થાની અર્થમાં ઊંચા એવો પણ કરે છે. હરપ્રસાદ શાસ્ત્રી એન્ો મૂળ ડગળ કહે છે જે પછીથી પિંગળ સાથે પ્રાસ મેળવતા ડિંગળ બની ગયું. એક મત મુજબ ડિંગળ એ એક પ્રાચીન કાવ્યભાષા છે જે બોલચાલની ભાષાથી જુદી નહતી. ડિંગળ સાહિત્યનું સ્વતંત્ર પિંગળ છે. એના કાવ્યશાસ્ત્રના કડક નિયમો છે. એમાં રચાતી રચનાઓન્ો ગીત કહે છે. જોકે એ ગ્ોય હોતું નથી. એના એક-બ્ો નહીં કુલ ૮૪ પ્રકારના છંદો છે.
ડિંગળમાં વીર-પ્રશસ્તિના સુદીર્ઘ કાવ્યો, પુરાણો શાસ્ત્રોન્ો આધારે રચાયેલાં પ્રભુલીલાના ત્ોમ જ ભક્તિના આખ્યાન કાવ્યો અન્ો નાનાંનાનાં બિરદાવણ ગીતો, એવા વિભાગ પાડી શકાય. ઈસર બારોટે જેમ હરિરસ કાવ્ય પહેલું પ્રભુન્ો સંભળાવેલું એમ કવિ હરદાસજી મીરાણે પણ ભૃંગીપુરાણ ખુદ શંકરન્ો સંભળાવવાની હઠ લીધી હતી. એમાં શંકરના ન્ાૃત્યના ૧૦૦ છંદો આજે પણ કોઈ માનવી આગળ વંચાતા નથી. એક માન્યતા એવી છે કે એમ કરવાથી કાં વ્યક્તિ ચિત્તભ્રમ થઈ જાય છે અથવા તો એની સ્ત્રી મૃત્યુ પામે છે.
ચારણી સાહિત્યની આવી તો અન્ોક વાતો આ પુસ્તકના પાન્ોપાન્ો નોંધેયલી છે. વ્યાખ્યાનમાં કહેતા રહી ગયેલી વાતોન્ો લખીન્ો પ્રગટ કરવાના ઈજન પછી મેઘાણીએ આ શ્રમસાધ્ય કાર્ય કર્યું જેના પરિણામે આપણી પાસ્ો ચારણ અન્ો ચારણી સાહિત્ય વિશેનો આટલો અલભ્ય ગ્રંથ આજે
ઉપલબ્ધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.