Homeઆપણું ગુજરાતડ્રન્ક એન્ડ ડ્રાઈવઃ ઊના પોલીસ સ્ટેશન દારુડિયાઓથી ભરચક, પોલીસ મૂકાઈ મૂંઝવણમાં

ડ્રન્ક એન્ડ ડ્રાઈવઃ ઊના પોલીસ સ્ટેશન દારુડિયાઓથી ભરચક, પોલીસ મૂકાઈ મૂંઝવણમાં

ઊનાઃ ઊના દિવમાં થર્ટી ફસ્ટની ઉજવણીને લઇ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પણ લોકોના આ ઉત્સાહની સાઈડ ઈફેક્ટ જોવા મળી ઊના પોલીસ સ્ટેશનમાં. ઊના પોલીસ દ્વારા દિવથી આવી રહેલાં વાહનોની ચેકિંગ હાથ ધરી હતી. ચેકિંગને પગલે ઊના પોલીસ સ્ટેશન દારુડિયાઓથી ઊભરાઈ ગયું અને પોલીસે તેમણે પકડેલાં દારુડિયાઓને ક્યાં બેસાડવા એ સમસ્યા ઊભી થઈ હતી. થર્ટી ફસ્ટની મોડી રાતે એહમદપુર માંડવી ચેકપોસ્ટે પોલીસ દ્રારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દિવથી દારૂ પીધેલી હાલતમાં આવતા ૬૦ જેટલા લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઉના પોલીસ સ્ટેશને લાવી કાર્યવાહી કરવામાં આવી હતી. થર્ટી ફર્સ્ટની રાતના સમયે પોલીસે દારૂના પ્યાસીઓને પકડી પોલીસ સ્ટેશને લાવતા પોલીસ સ્ટેશન પણ પીધેલાઓથી ભરચક થઇ ગયેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું અને પોલીસ સમક્ષ આ ધરપકડ કરાયેલા દારુડિયાઓને ક્યાં બેસાડવા એવો સવાલ ઉપસ્થિત થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular