સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સોમવારે પાકિસ્તાનના આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કર્યો છે. ભારતે ગયા વર્ષે લશ્કર-એ-તૈયબા (LeT) ના નેતાને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગ કરી હતી, પરંતુ ચીને તેનો વિરોધ કર્યો હતો. જૂન 2022 માં, ભારત સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતિમાં જોડાયું, જેને UNSC 1267 સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અંતર્ગત પાક આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને રોકવા માટે ચીનની આંતરરાષ્ટ્રીય મંચ પર ટીકા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકા પહેલા જ પોતાના દેશના કાયદા હેઠળ અબ્દુલ રહેમાન મક્કીને આતંકવાદી જાહેર કરી ચૂક્યા છે. મક્કી ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ છે, જેમાં આતંકવાદી હુમલાઓ માટે ભંડોળ ઊભું કરવું, યુવાનોની ભરતી કરવી અને હિંસા માટે કટ્ટરપંથી બનાવવું અને ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં હુમલાનું આયોજન કરવું. અબ્દુલ રહેમાન મક્કી લશ્કર-એ-તૈયબા (LeT)ના વડા અને 26/11ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો સાળો છે.
16 જૂન, 2022 ના રોજ, ચીને છેલ્લી ક્ષણે પાકિસ્તાની આતંકવાદી મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધિત સૂચિમાં સામેલ કરવાના યુએસ અને ભારતના સંયુક્ત પ્રસ્તાવને અટકાવ્યો હતો. અમેરિકા અને ભારતે સુરક્ષા પરિષદની અલકાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત ઠરાવ રજૂ કર્યો હતો. 16 જૂને ચીન સિવાય તમામ સભ્યોએ મક્કીનું નામ આતંકવાદી યાદીમાં ઉમેરવાનું સમર્થન કર્યું હતું.
ભારતને મળી મોટી સફળતા હાફિઝ સઈદના સંબંધી અબ્દુલ રહેમાન મક્કી વૈશ્વિક આતંકવાદી જાહેર
RELATED ARTICLES