Homeદેશ વિદેશUmesh Pal Murder : પોલીસની ચાર્જશીટમાં આ ગેંગસ્ટરનો પૂરો પરિવાર આરોપી

Umesh Pal Murder : પોલીસની ચાર્જશીટમાં આ ગેંગસ્ટરનો પૂરો પરિવાર આરોપી

પ્રયાગરાજ: ઉમેશ પાલ હત્યા કેસમાં ઉત્તર પ્રદેશ (યુપી) પોલીસ આજે ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી છે ત્યારે આ કેસમાં યુપી પોલીસે અતીક અહેમદના સમગ્ર પરિવારને આરોપી બનાવ્યો છે અને શૂટર્સને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

ઉમેશ પાલની પ્રયાગરાજના ધુમાનગંજમાં ધોળે દિવસે હત્યા કરવામાં આવી હતી. આ ચકચાર કેસમાં અતીક અહેમદના સમગ્ર પરિવાર સહિત ઘણા શૂટરને આરોપી બનાવવામાં આવ્યા હતા.

હવે પોલીસ ઉમેશ પાલ હત્યા કેસમાં મુખ્ય ચાર્જશીટ દાખલ કરવાની છે. આ ચાર્જશીટમાં અતીક અહેમદ અને તેના પરિવારને આરોપી બનાવવામાં આવ્યા છે. બીજી તરફ અતીકની પત્ની શાઇસ્તા પરવીન પર પણ હત્યાના કાવતરામાં સામેલ હોવાનો અને હત્યા માટે સંસાધનો પૂરા પાડવાનો આરોપ છે.

આ ચાર્જશીટમાં ખાન શૌકત હનીફ, આયેશા નૂરીના નામ પણ સામેલ છે. ચાર્જશીટમાં અતીક અહેમદ અને તેના પરિવારને મુખ્યત્વે આરોપી બનાવવામાં આવ્યા છે.

શાઇસ્તા પરવીન પર હત્યાના કાવતરામાં સામેલ હોવાનો અને હત્યામાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનોની વ્યવસ્થા કરવાનો આરોપ છે. આ ઉપરાંત, અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને પણ આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.

અશરફ પર હત્યાનું કાવતરું ઘડવાનો અને હત્યારાઓને હથિયાર આપવાનો આરોપ છે. યુપી પોલીસે ઉમેશ પાલના હત્યા કેસમાં આજે ચાર્જશીટ દાખલ કરશે ત્યારે આ બાબત પર સૌથી વધુ મદાર રાખવામાં આવી રહ્યો છે. અતીક અહેમદ અને શાઇસ્તા પરવીન, અસદ, ગુલામ, ગુડ્ડુ મુસ્લિમ, સાબિર ઉસ્માન ઉર્ફે વિજય ચૌધરી પર પણ અરબાઝની હત્યાનો આરોપ છે.

ખાન શૌકત હનીફ પર હત્યારાઓને માહિતી આપવા અને પૈસા આપવાનો આરોપ છે. આયેશા નૂરી અને ડૉ. અલ્તાફ પર હત્યારાઓને આશ્રય આપવા, પુરાવા છુપાવવા અને ભાગવામાં મદદ કરવાનો આરોપ છે.

શાઇસ્તા પરવીન અને અલી પર હત્યા સમયે ઉપયોગમાં લેવાતા સામાનની વ્યવસ્થા કરવાનો આરોપ છે. ચાર્જશીટમાં અતીક અહેમદ અને તેના પરિવારને મુખ્યત્વે આરોપી બનાવવામાં આવ્યા છે.

શાઇસ્તા પરવીન પર હત્યાના કાવતરામાં સામેલ હોવાનો અને હત્યામાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનોની વ્યવસ્થા કરવાનો આરોપ છે. અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને પણ આરોપી તરીકે નામ છે. અશરફ પર હત્યાનું કાવતરું ઘડવાનો અને હત્યારાઓને હથિયાર આપવાનો આરોપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -