ઉમેશ કોલ્હે હત્યાકાંડના આરોપી પર જેલમાં થયો હુમલોઃ મુંબઈ પોલીસે દાખલ કરી FIR

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

નુપુર શર્માના નિવેદનને કારણે અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યાના આરોપી શાહરુખ પઠાન પર મુંબઈની આર્થર રોડ જેલમાં હુમલો થયો હોવાની માહિતી સામે આવી રહી છે. 23 જુલાઈની રાત્રે પાંચ કેદીએ મળીને પઠાનની મારપીટ કરી હતી. આ ઘટનામાં શાહરુખને મામૂલી ઈજા પહોંચી હતી, તાત્કાલિક ઈલાજ કરાવ્યા બાદ તેને પાછો જેલમાં મોકલવામાં આવ્યો હતો. મુંબઈના એનએમ જોશી રોડ પોલીસ સ્ટેશને સંબંધિત કલમ હેઠળ આ મામલે ગુનો દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે ઉમેશ કોલ્હે હત્યાકાંડના આરોપી શાહરુખ પઠાન પર આર્થર રોડ જેલમાં હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ આ મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 21 જૂનના દિવસે અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની ચાકુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ઉમેશે ભાજપની ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી, જે બાદ તેની હત્યા કરવામાં આવી હતી. હત્યાના આરોપમાં પોલીસે સાત આરોપીને ધરપકડ કરી હતી અને બધા આર્થર રોડ જેલમાં બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.