Homeટોપ ન્યૂઝયુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી USA પહોંચ્યા, કહ્યું- શરણાગતિ નહીં સ્વીકારીએ

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી USA પહોંચ્યા, કહ્યું- શરણાગતિ નહીં સ્વીકારીએ

ફેબ્રુઆરીમાં રશિયનો હુમલો શરૂ થયા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પ્રથમ વખત યુએસ પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ બાઈડેન અને તેમની પત્ની જીલ બાઈડેને તેમનું વ્હાઇટ હાઉસમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અમેરિકન સાંસદોએ ઉભા થઈને તાળીઓ વગાડી ઝેલેન્સકીનું સ્વાગત કર્યું હતું. આ સાથે અમેરિકાએ યુક્રેન માટે $1.8 બિલિયનની વધારાની સૈન્ય સહાયની જાહેરાત કરી છે. ઝેલેન્સકીએ આ માટે બિડેનનો પણ આભાર માન્યો હતો.
બેઠક બાદ ઝેલેન્સકીએ કહ્યું કે આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. જો કોઈપણ દેશ યુદ્ધ દ્વારા અમને દબાવવાની કોશિશ કરશે તો અમે ક્યારેય શરણાગતિ સ્વીકારવાના નથી. વર્ષ 2023 એક ટર્નિંગ પોઈન્ટ બનવાનું છે. અમે સંકટનો સામનો કરીશું. વિશ્વભરમાં લોકશાહીની કસોટી થઈ રહી છે. આ લડાઈને નજરઅંદાજ ન કરી શકાય.
અમેરિકા તરફથી મળેલી મદદ અંગે ઝેલેન્સકીએ કહ્યું કે, હું યુએસ કોંગ્રેસનો તેમના સમર્થન માટે આભાર માનું છું. મિસ્ટર પ્રેસીડેન્ટ, તમારો ખૂબ ખૂબ આભાર, અમેરિકીઓનો આભાર. યુક્રેનને યુએસનું પેકેજ મળવાને કારણે મારી પાસે સ્વદેશ પરત ફરવાના સારા સમાચાર હશે. યુક્રેન માટે એક સુરક્ષિત એરસ્પેસ બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે અને આ મદદથી અમે આતંકવાદી દેશને અમારા ઉર્જા ક્ષેત્ર, અમારા લોકો અને અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરતા અટકાવી શકીશું.
આ અવસરે જો બાઈડેને કહ્યું અમે સમાન દ્રષ્ટિકોણ ધરાવીએ છીએ. બંને દેશ ઈચ્છે છે કે આ યુદ્ધ સમાપ્ત થાય. યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશો યુક્રેનને યુદ્ધના મેદાનમાં સફળ થવા મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular