Ukraine Russia War: યુક્રેનિયના સૈનિકોએ રશિયન હેડક્વાર્ટર પર હુમલો કર્યો, 200 રશિયન પેરાટ્રૂપર્સ માર્યા ગયા

દેશ વિદેશ

યુક્રેન પર હુમલો કરનાર રશિયા પર હવે યુક્રેન ભારે પડી રહ્યું છે. યુક્રેનના સૈનિકોએ રશિયન હેડક્વાર્ટર પર હુમલો કરીને રશિયાના 200 પેરાટ્રૂપર્સને મારી નાખ્યા છે. યુક્રેનના લુહાન્સ્કના ગવર્નરે આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે સૈનિકોએ યુક્રેનના કબજા હેઠળના રશિયન બેઝને તોડી પાડવા માટે આ હુમલો કર્યો હતો. 200 રશિયન સૈનિકોને ઠાર કરવામાં આવ્યા છે.
યુક્રેનના લુહાન્સ્ક પ્રાંતના ગવર્નર સેરહી હૈદાઈએ શુક્રવારે ટેલિગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે યુક્રેનિયન સૈનિકોએ કદિવકા શહેરની એક હોટલમાં સ્થાપિત રશિયન બેઝ પર સફળતાપૂર્વક હુમલો કર્યો હતો. છ મહિના પહેલા રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણથી શરુ થયેલા યુદ્ધમાં રશિયાની ગતિ ગતિ હવે અટકી ગઈ છે.
આ વચ્ચે યુકેના સંરક્ષણ પ્રધાનને એક ટ્વીટમાં યુક્રેન યુદ્ધની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, “ડોનબાસ આક્રામક મિનિમલ પ્રોગ્રેસ કરી રહ્યું છે અને રશિયાને એક મોટા યુક્રેનના હુમલાનો ભય છે.” “ઓપરેશનલ રીતે રશિયા યુદ્ધ સામગ્રી, વાહનો અને કર્મીઓ કમીનો સામનો કરી રહ્યું છે.”
નોંધનીય છે કે યુક્રેનની રાજધાની પર કબજો મેળવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યા પછી રશિયન સેનાએ ડોનબાસ ક્ષેત્ર તરફ યુદ્ધનો પ્રયાસ શરુ કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.