યુકેના વડાપ્રધાન પદના જંગના ઉમેદવારો જીત માટે ભારતીય સંસ્કૃતિના શરણે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

યુકેના વડાપ્રધાન પદ માટેના જંગમાં ભારતીય મૂળના ઋષિ સુનક અને બ્રિટનના લિઝ ટ્રુસ મેદાનમાં છે.
વડાપ્રધાન પદ જીતવા માટે કે પછી ધાર્મિક માન્યતાને કારણે ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ ગૌ-પૂજા કરી હતી તેમના ગૌ-પૂજનનો વીડિયો અને ફોટા સોશિયલ નેટવર્ક પર જોવા મળતા હતા જે જોઈને વિશ્વભરમાં હિન્દુઓ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર કરનારાઓએ તેમની પ્રશંસા કરી હતી.

ઋષિ સુનક અને તેમની પત્ની પૂજા કરે, ગૌ-પૂજન કરે એ કોઈ નવાઈની વાત નથી કારણ કે તેમના મૂળ ભારતીય છે પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે સોનકના સૌથી નજીકના પ્રતિસ્પર્ધી ગણાતા લિઝ ટ્રુસે પણ પોતાના ઘરે મંદિરના પૂજારીઓને બોલાવીને પોતાના વિજય માટે હવન કરાવ્યો હતો. હવે ક્યાં બ્રિટન અને ક્યાં ભારતીય સંસ્કૃતિનો હવન..  લિઝ ટ્રૂસના હવનના ફોટા સાથેના અહેવાલો યુરોપના ટેબ્લેટ માં છપાયા હતા જેમાં એકમાં એવું હેડિંગમાં આવ્યું હતું કે વડા પ્રધાન પદ જીતવા માટે લિઝ ટ્રૂસ ભારતીય સંસ્કૃતિના શરણે આવ્યા.
ઋષિ સોનક ભારતની ટોચની આઇટી કંપની ઇન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિના જમાઈ છે. તેમના પત્ની અક્ષતા ઘણા ધાર્મિક છે અને યુકેના મંદિરોમાં દર્શને જાય છે, દાનધરમ કરે છે.
ભારતીય સંસ્કૃતિના મૂળ ઘણા ઊંડા છે. સેંકડો, હજારો વર્ષથી આપણે હુમલાખોરોનો ત્રાસ સહન કરીને પણ ભારતીય સંસ્કૃતિની જ્યોત પ્રજ્વલિત રાખી છે. ભારતીય સંસ્કૃતિના રંગમાં આજે દુનિયા રંગાઇ રહી છે.
નોંધનીય છે કે વડાપ્રધાન પદની રેસમાં ઋષિ સુનકના વિજયની શક્યતાઓ ઊભી થઇ ત્યારે યુકેનો શ્વેત સમુદાય તેમને હરાવવા માટે મેદાનમાં આવી ગયો હતો. ઋષિ સુનક હારે કે જીતે એ તો સમય જ કહેશે, પણ એક વાત નક્કી છે. ઋષિ સુનકને ભારતીય સંસ્કૃતિના રંગે રંગાતા જોઇને તમામ દેશવાસીઓ પોરસાઇ રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.