અપડેટેડ મોડર્ના વેક્સિનને બ્રિટેને આપી મંજૂરી, ઓમીક્રોનને પણ આપશે મ્હાત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બ્રિટનમાં દવા રેગુલેટરે સોમવારે વધુ એક સારા સમાચાર આપ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, મોડર્નાની અપડેટેડ વેક્સિન બનાવી છે જે કોરોના વાયરસના ઓમીક્રોન વેરિયન્ટ પર અસરકારક સાબિત થશે. એટલું જ નહીં કોરોનાના મૂળ સ્વરૂપ સામે પણ લડવામાં મદદરૂપ બનશે.
મેડિસન અને હેલ્થકેર રેગુલેટરી એજન્સીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, તેમણે એડલ્ટ બુસ્ટર ડોઝ માટે એક વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે.
MHRAએ કહ્યું કે, આને બ્રિટનની સુરક્ષા અને ગુણવત્તા, અસરકારતાના માપદંડોને અનુકૂળ માનવામાં આવી અને આ કોરોનાના બન્ને વેરિયન્ટ પર મજબૂત ઇમ્યૂન રેસ્પૉન્સ બતાવે છે.
ઉલ્લેખનીય છે કે, ઝડપથી ફેલાનારા કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કારણે કેટલાક દેશોમાં કોરોનાના કેસ ફરીવાર વધી રહ્યા હોવાને કારણે સ્થિતિ ફરી એક વાર ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. જોકે, આ વેક્સિનને મંજૂરી મળ્યા બાદ ફરી એક વાર કોરોના કન્ટ્રોલમાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.