મુંબઈઃ સુપરસ્ટાર રજનીકાંત હાલમાં મુંબઈમાં છે. ગઈકાલે થલાયવાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મેચ જોયા બાદ હવે તેઓ માતોશ્રી ખાતે પહોંચ્યા છે અને ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત લીધી હતી.
સુપરસ્ટાર થલાયવા રજનીકાંત શનિવારે બપોરે માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને આ કોઈ રાજકીય મુલાકાત નથી. રજનીકાંત એ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના ફેન છે અને આ જ કારણસર તેઓ માતોશ્રી પહોંચ્યા હતા. રજનીકાંતના ઠાકરે પરિવાર સાથે કૌટુંબિક સંબંધો છે અને એ જ નાતે રજનીકાંત માતોશ્રી ખાતે પહોંચ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે રજનીકાંતને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા માટે બીસીસીઆઈ દ્વારા ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. મુંબઈ ક્રિકેટ એસોસિએશનનના અધ્યક્ષ અમોલ કાળેએ તેમનું સ્વાગત પણ કર્યું હતું.
અમોલ કાળેના મતે રજનીકાંતની હાજરીને કારણે ટીમ ઈન્ડિયાના મનોબળમાં વૃદ્ધિ થશે, કારણ કે ટીમના અનેક પ્લેયર તેમના ફેન છે. આ સિવાય થલાઈવાની હાજરીને કારણે દર્શકોમાં પણ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેને મળવા કોણ પહોંચ્યું માતોશ્રી?
RELATED ARTICLES