મુંબઈઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે પાસેથી પક્ષનું નામ અને ચિહ્ન છીનવી લીધા બાદ હવે ઠાકરે જૂથને વધુ એક ઝટકો લાગે એની શક્યતા છે. શિંદે જૂથ પક્ષનું નામ અને ચિહ્ન મેળવ્યા બાદ હવે શિવસેના ભવન પર પણ દાવો માંડશે કે કેમ એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
ચૂંટણી પંત દ્વારા છેલ્લાં આઠ મહિનાથી ચાલી રહેલાં શિવસેના કોની એ વિવાદમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. હવે શિવસેનાના કબજામાં રહેલા સેના ભવન સહિતની 257 શાખાનું ભવિષ્ય શું એવો સવાલ પણ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે. જો શિંદે જૂથ દ્વારા સેના ભવન, મંત્રાલય સામેની ઓફિસ શિવાલય, વિધાન ભવનમાં આવેલી ઓફિસ, સામના પેપર, માર્મિક સાપ્તાહિક જેવી શિવસેનાની માલમત્તા પર પણ દાવો કરવામાં આવે તો શું આ બધી માલમત્તા શિંદે જૂથને આપી દેવામાં આવશે કે કેમ એ જાણીએ.
છેલ્લાં આઠ મહિનાથી આ વિવાદ ચાલી રહ્યો છે અને ઈલેક્શન કમિશન પાસે શિવસેના કોની એની લડાઈ ચાલી રહી છે. શુક્રવારે આખરે આ લડાઈનો અંત આવ્યો અને સીએમ શિંદેને પક્ષનું નામ અને ચિહ્ન આપવામાં આવતા હવે શિવસેન પાસે રહેલી પ્રોપર્ટીનું શું એ સવાલ હજી પણ અનુત્તરિત જ છે, એટલે આ બધું ઠાકરે જૂથ પાસે જ રહે છે કે સીએમ શિંદેના જૂથને મળે છે એ તો આવનાર સમય જ કહી શકશે…
શિવસેના ભવનના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો 19મી જૂન, 1966માં શિવસેનાની સ્થાપના કરવામાં આવી હતી. પણ સેનાભવન 1974માં ઊભું કરવામાં આવ્યું હતું. દરમિયાનના સમયગાળામાં શિવસેનાની ઓફિસ પર્લ સેન્ટરની બે રૂમમાં હતી અને ત્યાં શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે બધાને ત્યાં જ મળતાં હતા, ત્યાંથી જ પાર્ટીનું કામકાજ ચલાવવામાં આવતું હતું.
….તો સેનાભવન પણ ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી છિનવાઈ જશે?
RELATED ARTICLES