Homeઆમચી મુંબઈલોકશાહીના ચારેય સ્થંભ પડી ગયા છે, હવે માત્ર એક જ આશાનું કિરણ...:ઉદ્ધવ...

લોકશાહીના ચારેય સ્થંભ પડી ગયા છે, હવે માત્ર એક જ આશાનું કિરણ…:ઉદ્ધવ ઠાકરે

નવી દિલ્હીઃ મહાવિકાસ આઘાડીને બેઠક આજે યોજાઈ હતી અને આ બેઠકમાં ત્રણેય પ્રમુખ પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ ખંત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે લોકશાહીના ત્રણેય સ્થંભ પડી ગયા છે અને હવે સુપ્રીમ કોર્ટ જ એક માત્ર આશાનું કિરણ છે.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર એ મોદીને કારણે નથી ઓળખાતો પણ છત્રપતિ શિવાજી મહારાજને કારણે ઓળખાય છે. લોકશાહીના ચાર સ્થંભમાંથી ત્રણ સ્થંભ તો પડી ભાંગ્યા છે. માધ્યમોના હાથમાં પણ કલમને બદલે કમળ આવી ગયા છે. હવે માત્ર ન્યાય વ્યવસ્થા અને તેમાં પણ સુપ્રીમ કોર્ટ જ આશાનું કિરણ બાકી છે. કોર્ટ તો ન્યાયની અધોગતિ નહીં જ થવા દે.
આગળ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભાજપે રથયાત્રા શરૂ કરી ત્યારે અમે તેમને ટેકો આપ્યો હતો. એ સમયે તેમના બે જ સાંસદો હતા અને લાલકૃષ્ણ અડવાણી તેમનો ચહેરો હતા. પણ જ્યારે ભાજપની સરકાર બનવાની આશા જાગી ત્યારે તેમણે જયલલિતા અને અન્યોનું સમર્થન જોઈતું હતું.
ધર્મનિરપેક્ષતા માટે અન્યોએ અડવાણીના ચહેરાનો વિરોધ કર્યો અને અટલ બિહારી વાજપેયીને વડા પ્રધાન બનાવવામાં આવ્યા. હવે કોણે હિંદુત્વ છોડ્યું છે ભાજપે કે શિવસેનાએ? એવો સવાલ કરીને ઠાકરેએ ભાજપની કડક શબ્દમાં ટીકા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular