કોલ્હાપુરઃ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથે ગયો એ મારી ભૂલ થઈ ગઈ. મુંબઈ જઈને હું મારી ભૂલ સુધારી લઈશ, એવી કબૂલાત ખુદ ઉદ્વવ ઠાકરેએ પીએમ નરેન્દ્ર મોદી સામે કરી હતી અને આ અંગે ખળભળાટજનક ખુલાસો શિક્ષણ પ્રધાન દિપક કેસરકર દ્વારા કરવામાં આવ્યો હતો. કેસરકર દ્વારા આ ખુલાસો સીએમ શિંદેની ખેડની જાહેરસભા પહેલાં કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથેની યુતિ તોડો એવું અમે વારંવાર કહ્યું હતું. અમે લોકોએ ફસાવ્યા નથી. તમે જ અમને કહ્યું કે નીકળી જાવ અને હવે જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છો. ખોટું તો નહીં બોલો. તમે ખૂદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે કબૂલાત કરી હતી કે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથે જવાનો નિર્ણય ભૂલ ભરેલો હતો. હિંદુત્વનો વિચાર પડતો મૂકવાની ભૂલ થઈ છે. મહારાષ્ટ્ર જઈને હું મારી આ ભૂલ સુધારીશ એવું આશ્વાસન આપીને તમે દિલ્હીથી મુંબઈ આવ્યા. પણ મુંબઈ આવીને તમે તમારી વાતમાંથી ફરી ગયા. કોઈએ કોઈને ફસાવ્યો હોય તો એ વાતની જાણ રાજ્યની જનતાને થવી જ જોઈએ, એવો સ્ફોટક ખુલાસો કોલ્હાપુર ખાતે કેસરકરે કર્યો હતો.
વધુ ઠાકરે પર નિશાનો સાધતા કેસરકરે એવું પણ કહ્યું હતું કે હું આ કરી શક્યો એ ભગવાનની કૃપા છે, પણ એનો ફાયદો ઉદ્ધવ ઠાકરેને લેતા આવડ્યો નહીં. તેમને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ ફસાવ્યા. તમારી ફસવણૂંક થઈ એટલે એનો દોષ બીજાના માથે થોપી રહ્યા છો? અમે રાજ્ય માટે જે કામ કરી રહ્યા છે એમને આશીર્વાદ આપ્યો હોત તો સારું જ થયું હોત.
આટલા બધા લોકો જ્યારે તમને છોડીને કેમ ગયા? અમારા વિભાગોને અન્યાય થઈ રહ્યો હતો. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી અમારી સાથે અન્યાય કરતી હોય તો અમારે શું કામ રોકાવું જોઈએ? તમે અમને ખોખા ખોખા કહો છો. આદિત્ય ઠાકરેને બાળપણથી જ ખોખા સાથે રમવાની ટેવ હશે, અમને નહીં. અમે જનતાની સાથે રહ્યા એટલે વિધાનસભ્ય બની શક્યા. વેચાઈ જ જવું હોત તો અઢી વર્ષ પહેલાં જ વેચાઈ ગયા હોત… એવું પણ કેસરકરે વધુમાં જણાવ્યું હતું.
મારી ભૂલ થઈ ગઈ… કોની સામે ઉદ્ધવ ઠાકરેએ આવી કબૂલાત કરી હતી?
RELATED ARTICLES