મુંબઈઃ એક તરફ પક્ષનું નામ અને ચિહ્ન જતું રહ્યું, બીજી બાજું સતાસંઘર્ષ મામલે કોર્ટમાં લડાઈ. વિવિધ મોર્ચે લડી રહેલાં ઉદ્ધવ ઠાકરેએ આજે માતોશ્રીની બહાર શિવસૈનિકોને સંબોધિત કરતાં આવતા મહિનાની પાંચમી તારીખે કોંકણ મુલાકાતની જાહેરાત કરી હતી.
કોંકણ મુલાકાત અને ખેડની જાહેરસભાની જાહેરાતની સાથે સાથે જ તેમણે શિવસૈનિકો પોતાની ત્રણ શરતો પણ રજૂ કરી હતી. પાંચમી માર્ચે ખેડમાં સભાનું મેદાન નાનું પડવું જોઈએ એટલી સંખ્યામાં સભામાં હાજર રહેવા માટે તેમણે લોકોને આહ્વા કર્યું હતું.
માતોશ્રીની બહાર કાર્યકત્તાઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આજે હું તમારી સમક્ષ મારી ત્રણ શરતો રજૂ કરવાનો છું અને એમાંથી પહેલી શરત એટલે કે ખેડ એ આપણો ગઢ છે અને તે આપણા હાથમાં જ રહેવો જોઈએ. બીજી શરત એટલે કે ત્યાંના ઈચ્છુક ઉમેદવારોની બધી તૈયારીઓ થઈ ગઈ છે કે અને ત્રીજી અને સૌથી મહત્ત્વની શરત એટલે પાંચમી માર્ચના મેદાન નાનું પડે એટલી સંખ્યામાં સભામાં લોકો હાજર રહે. જોનારાઓની આંખો પહોળી થઈ જવી જોઈએ.
ઉદ્ધવ ઠાકરેની આ ત્રણેય શરતો પર શિવસૈનિકોએ હકારમાં ઉત્તર આપ્યો હતો. પક્ષનું નામ અને ચિહ્ન ગુમાવી દીધા બાદ ઉદ્ધવ પહેલી જ વખત કોંકણની મુલાકાતે જઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ આગળ એવું પણ જણાવ્યું હતું કે આ સભા તરફ આખા દેશનું ધ્યાન હશે, કારણ કે આ પહેલી સભા હશે, તેથી બધા પોતાની જવાબદારી સમજો.
સર્વ સામાન્ય લોકો સભામાં હાજર રહેશે. દશેરાના મેળાવામાં શિવાજી પાર્કમાં કાંદા-રોટલી લઈને પણ શિવસૈનિકો આવ્યા હતા. હવે આ કાંદો તેમના નાક પર લગાવવાનો સમય આવી ગયો છે, એવું પણ તેમણે જણાવ્યું હતું.
પાંચમી માર્ચે મેદાનો નાના પડવા જોઈએઃ ઉદ્ધવનો હુંકાર
RELATED ARTICLES