મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આકરી ટીકા કરતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે શિવસેનામાં ભાગલા માટે તેમની કાર્યશૈલી જવાબદાર હતી. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે એ વાત પણ સ્વીકારી હતી કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અજિત પવારનો વિશ્વાસ કરવાની બાબત મારી સૌથી મોટી ‘રાજકીય ભૂલ’ હતી.
રાજ્યમાં તાજેતરની ઉથલપાથલ માટે માત્ર ઉદ્ધવ ઠાકરેને જવાબદાર ગણવા જોઈએ અને તેમની કાર્યશૈલીને કારણે જ શિવસેનામાં વિભાજન થયું હોવાનો ફડણવીસે દાવો કર્યો હતો. ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી એ વર્ષે નવેમ્બર મહિનામાં મુખ્ય પ્રધાન તરીકે ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે અજિત પવારે શપથ લીધા હતા, પરંતુ પવારે રાજીનામું આપ્યા પછીના ૮૦ કલાક જ તેમની સરકાર ચાલી હતી.

 

Google search engine