Uddhav Thackeray resigns as Maharashtra CM after SC refuses to stay floor test
ઉદ્ધવ ઠાકરેએ બુધવાર, 29 જૂનના રોજ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. મહારાષ્ટ્ર એસેમ્બલીમાં ફ્લોર ટેસ્ટ પર સ્ટે મૂકવાની એમવીએ સરકારની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા પછી તરત જ ઉદ્ધવ ઠાકરેએ આ જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાંથી પણ રાજીનામું આપી દીધું છે.વીડિયો એડ્રેસ દ્વારા પોતાના નિર્ણયની જાહેરાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને NCPના વડા શરદ પવારના સમર્થન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ શિંદે જૂથ પ્રત્યે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે તેમણે બળવાખોર ધારાસભ્યોને જે જોઈતું હતું તે બધું આપ્યું, પણ તેમને તેમના લોકોએ જ દગો આપ્યો.
ઉદ્ધવ ઠાકરેએ વારંવાર શિવસેનાના બળવાખોર જૂથના સભ્યોને પક્ષમાં પાછા ફરવા અપીલ કરી હતી, પરંતુ તેમની અપીલને ફગાવતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે એકતાની વાતો કરે છે અને તેમનો દીકરો અને પ્રવક્તા શિવસૈનિક અશ્ર્લીલ ભાષામાં વાતો કરે છે. શિવસૈનિકોને ભેંસ, ભૂંડ, લાશ જેવા શબ્દોથી બોલાવે છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને ગુરુવારે ગૃહમાં બહુમતી સાબિત કરવા કહ્યું હતું. મહારાષ્ટ્રના રાજ્યપાલના ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાના નિર્દેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે એમવીએ સરકારની અરજીને ફગાવી દીધી હતી