Shinde V/S Thackeray: એકનાથ શિંદેને પાર્ટીના તમામ પદોમાંથી હટાવાયા! ઉદ્ધવ ઠાકરેના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: શિવસેનાના અધ્યક્ષ (President of Shiv Sena) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ એકનાથ શિંદેને શિવસેનાના તમામ પદોમાંથી હટાવી દીધા છે.
શિંદેને લખેલા પત્રમાં ઠાકરેએ તેમના પર પાર્ટી વિરોધી ગતિવિધિઓ અને પાર્ટી તોડવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને લખેલા પત્રમાં કહ્યું છે કે તમે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ થયા છો. એટલે તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શિવસેના પ્રમુખ તરીકે હું મારા અધિકારનો ઉપયોગ કરીને તમને પાર્ટીના તમામ પદોથી હટાવી રહ્યો છું.
દરમિયાન આને લઇને એકનાથ શિંદે જૂથના પ્રવકતા દીપક કેસરકરે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે દ્વારા મુખ્યપ્રધાન એકનાથ શિંદેને પાર્ટીથી જોડાયેલા તમામ પદોથી હટાવવા એ ગેરકાયદે છે. શિંદે જૂથ આ નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં જશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.