સીએમ ઉદ્ધવ ઠાકરે એકશનમાં, એકનાથ શિંદે સહિત નવ બળવાખોર પ્રધાનો પાસેથી વિભાગ છીનવ્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર પ્રધાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. એમની પાસેથી પ્રધાન પદ છીનવીને અન્ય ધારાસભ્યોને સોંપવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે સરકારનું કામકાજ પ્રભાવિત ન થવુ જોઇએ. કુલ નવ બળવાખોર પ્રધાનોના વિભાગ અન્ય પ્રધાનોને
સોંપવામાં આવ્યા છે. આમાં એકનાથ શિંદેનો વિભાગ સુભાષ દેસાઇને સોંપવામાં આવ્યો છે. ગુલાબ રાવ પાટીલનો વિભાગ અનિલ પરબને આપવામાં આવ્યો છે. સીએમઓ તરફથી આ અંગે કહેવામાં આવ્યું ચે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનોના વિભાગોમાં
બદલાવ કર્યો છે જેથી જનહિતના મુદ્દાઓની ઉપેક્ષા ન થાય.

મહારાષ્ટ્રમાં કોને કયો વિભાગ મળ્યો

એકનાથ શિંદેનો વિભાગ સુભાષ દેસાઇને આપવામાં આવ્યો છે.
ગુલાબ રાવ પાટીલનો વિભાગ અનિલ પરબને આપવામાં આવ્યો છે.
ઉદય સામંતનો વિભાગ આદિત્ય ઠાકરેને આપવામાં આવ્યો છે.
દાદા ભુસે અને સંદીપાન ભુમરેનો વિભાગ શંકરરાવ ગડાકને આપવામાં આવ્યો છે.
આ સિવાય શંભુરાજ દેસાઇ, રાજેન્દ્ર પાટીલ, અબ્દુલ સત્તાર અને ઓમપ્રકાશ કડૂ પાસેથી વિભાગ છીનવીને અન્ય પ્રધાનોને આપવામાં આવ્યા છે.
દરમિયાન આજે શિંદે જૂથ તરફથી મોટો દાવો કરવામાં આવ્યો છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે તેની પાસે 38 ધારાસભ્યોનું સમર્થન છે. શિવસેનાના ધારાસભ્ય દળના 38 સભ્યોએ મહાવિકાસ આઘાડી સરકારથી
સમર્થન પાછું ખેંચી લીધું છે. એવામાં મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારે બહુમતી ગુમાવી દીધી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.