ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતની પ્રશંસા કરી

આમચી મુંબઈ

પરિવારવાદી પાર્ટી અંગેની ભાજપના વડાના નિવેદનની ટીકા કરી

ઉદ્ધવ ઠાકરે રાઉતના પરિવારજનોને મળ્યા
મુંબઈ: શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સોમવારે શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતના પરિવારને મળવા ગયા હતા. સંજય રાઉતની રવિવારે મોડી રાતે ધરપકડ કરવામાં આવ્યા બાદ સોમવારે સવારે પરિવારની ભાંડુપ ખાતેના નિવાસસ્થાને મુલાકાત કરીને તેમણે પરિવારને સધિયારો આપ્યો હતો. આ સમયે તેમની સાથે શિવસેનાના સંસદસભ્ય અરવિંદ સાવંત, વિધાનસભ્ય રવીન્દ્ર વાયકર અને મિલીંદ નાર્વેકર પણ હતા. રાઉતના ઘરે તેમના માતા ઉદ્ધવને મળીને લાગણીશીલ બની ગયા હતા. ઠાકરે સંજય રાઉતની પત્ની, પુત્રી અને અન્ય પરિવારજનોને પણ મળ્યા હતા.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અધ્યક્ષ જે. પી. નડ્ડાના પરિવારવાદી પાર્ટીઓ ખતમ થઈ જશે એવા નિવેદનની ટીકા કરતાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ટીકા કરતાં સોમવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારમાં સત્તા પર રહેલી પાર્ટી પ્રાદેશિક પક્ષોને ખતમ કરવાનું કાવતરૂં ઘડી રહી છે.
માતોશ્રી ખાતે પત્રકારોને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કરાયેલી ધરપકડ બાબતે ભાજપની ટીકા કરી હતી અને રાઉતની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેઓ સાચા શિવસૈનિક છે, જે દબાણ સામે ઝૂક્યા નથી.
ભાજપ બધી પ્રાદેશિક પાર્ટીઓને ખતમ કરવાની ઝુંબેશ ચલાવી રહી છે. હવે તેમનો પર્દાફાશ થઈ ગયો છે. મારે કોશ્યારીનો (રાજ્યપાલનો ઉલ્લેખ મારે નથી કરવો) આભાર માનવો છે કેમકે તેમણે મરાઠી માણુસને કચડી નાખવાનું સપનું અમારી સામે જાહેર કરી નાખ્યું છે. આવી જ રીતે ભાજપના અધ્યક્ષે પણ સ્પષ્ટ કરી નાખ્યું છે કે તેઓ અન્ય કોઈ પાર્ટીને દેશમાં રહેવા માગતા નથી, તેઓ આપખુદશાહી ચાહે છે, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
નડ્ડાનું નિવેદન અત્યંત ગંભીર અને જોખમી છે. તેમની ટિપ્પણીથી સ્પષ્ટ થાય છે કે થાય છે કે દેશ સરમુખત્યારશાહી અને આપખુદશાહી તરફ આગળ વધી રહ્યો છે. અત્યારનું રાજકારણ દુ:ખદાયક છે, એમ ઠાકરેએ કહ્યું હતું.
જે રીતે ભાજપ પોતાનો વિસ્તાર કરી રહ્યું છે તેને માટે મગજનો નહીં, તાકાતનો ઉપયોગ કરી રહી છે, એમ ઠાકરેએ ઉમેર્યું હતું.
જો તમારી પાસે તાકાત હોય અને તમે તેનો દુરુપયોગ કરીને કોઈને ખતમ કરવા માગતા હોવ તો તમારે યાદ રાખવું જોઈએ કે સમય એકસમાન રહેતો નથી. તે બદલાય છે. જ્યારે સમય બદલાશે ત્યારે ભાજપ અને નડ્ડાજીએ વિચાર કરવો જોઈએ કે તેમની સાથે શું થઈ શકે છે, એવી ચેતવણી તેમણે ઉચ્ચારી છે.
રાઉતની ધરપકડ બાબતે તેમણે ભાજપની ટીકા કરતાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને આવકવેરા ખાતા (આઈટી) જેવી કેન્દ્રીય એજન્સીઓનો રાજકીય હરીફો સામે ઉપયોગ કરવામાં આવતો હોય ત્યાં લોકશાહી ક્યાં છે?
જે લોકો સરકારના વિરોધમાં બોલે છે તેમને સંડોવવામાં આવે છે. મને સંજય રાઉત પર ગર્વ છે. તેણે શું ગુનો કર્યો છે?તે પત્રકાર છે અને એક પત્રકાર છે અને તેને જે ખોટું લાગે છે તેના પર બોલે છે.

કૉંગ્રેસે પણ કાઢી નડ્ડાના નિવેદનની ઝાટકણી
મુંબઈ: મહારાષ્ટ્ર કૉંગ્રેસે ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાના નિવેદનની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે પ્રાદેશિક પાર્ટીઓનો અંત ચાહતી વિચારધારા લોકશાહી અને વૈવિધ્યના વિરુદ્ધ છે.
મહારાષ્ટ્ર કૉંગ્રેસના સચિવ સચિન સાવંતે જણાવ્યું હતું કે સંસદીય બહુ પાર્ટી લોકશાહી દેશનું ભૌગોલિક, સાંસ્કૃતિક, પ્રાદેશિક, સામાજિક અને ભાષાકીય વૈવિધ્યનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રાદેશિક પાર્ટીઓનો અંત ઈચ્છનારી વિચારધારા લોકશાહી વિરોધી છે.

સંજય રાઉત સામેની કાર્યવાહી સામે શિવસેનાનું વિરોધપ્રદર્શન
નાશિક: શિવસેનાના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓએ સોમવારે નાશિક શહેરમાં સંજય રાઉતની ઈડી દ્વારા કરવામાં આવેલી ધરપકડના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. શિવસેનાના કાર્યકર્તાઓએ અને મહિલા પાંખે શહેરના શાલીમાર ચોક વિસ્તારમાં રસ્તા રોકો કરવાનો પ્રયાસ કર્યો હતો. આવી જ રીતે નાશિકના મનમાડના એકતમાતા ચોક વિસ્તારમાં પણ શિવસૈનિકો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. ઉ

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.