મહારાષ્ટ્ર વિધાનસભાનું મોનસૂન સત્ર 17 ઓગસ્ટથી શરૂ થયું છે ત્યારે સત્રના પહેલા જ દિવસે વિપત્રે શિંદે સરકારને આડેહાથ લીધી હતી. વિધાનસભાની સીડીઓ પર જોરદાર નારેબાજી કરી. પૂરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને મદદ કરવામાં અસફળ રહેલી સરકારનો વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.

ઉદ્ધવ સરકાર પડ્યા બાદ વિખારેયેલી વિપક્ષ એકત્ર જોવા મળી હતી. વિપક્ષે જણાવ્યું હતું કે, સરકાર તરફથી મળી રહેલી NDRFની મદદ પૂરતી નથી. અયોગ્ય રીતે સરકાર બનાવવા મુદ્દે પણ વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતાં. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને ભાગેલા એકનાથ શિંદેના જૂથના નેતાઓને મોટી રકમ મળી છે. જોકે, આ વાતને મુદ્દો બનાવીને 50 ખોખે, એકદમ ઓકે એમ નારેબાજી કરવામાં આવી હતી. જેનો અર્થ એમ છે કે 50 કરોડ મળ્યા બાદ મહારાષ્ટ્ર પોલિટિક્સમાં સત્તાપલટો આવ્યો છે.

YouTube player

શિવસેના નેતા આદિત્ય ઠાકરે પણ શિંદે સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કોઈપણ મહિલાને પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા નથી. જે સત્તા પર બેઠા છે એમની વાત કરી રહ્યો છું, જે ગદ્દાર છે તેની નહીં. કેટલાક લોકો અમને સંપર્ક કરી રહ્યા છે કે શિંદે જૂથમાં આવીને અમે ફસાઈ ગયા છે. અમે કહીએ છીએ કે બધા જ રાજીનામા આપો અને ચૂંટણી માટે સામે આવો.

મુખ્ય પ્રધાન શિંદેએ પણ વિપક્ષ પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, વિપક્ષ પાસે કોઈ મુદ્દા નથી એટલે તેઓ એક જ વાતને મુદ્દો બનાવી રહ્યા છે.

Google search engine