Mumbai: મહારાષ્ટ્રના રાજકારણમાં દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે ત્યારે ખબર એમ પણ આવી રહી છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સરકારના વિરોધમાં હશે તો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું આપી શકે છે.
આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેનું આગામી પગલું આધાર રાખે છે. ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર વિધાનસભ્યોની માગણી માન્ય રાખી છે, પરંતુ કોંગ્રેસ તરફથી એકપણ માંગ પૂરી કરવામાં ન આવતાં કોંગ્રેસી નેતાઓ અસંતુષ્ટ જોવા મળ્યા હતાં.