મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક ઠાકરેની એન્ટ્રી થવા જઈ રહી છે. જી હા, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મી ઠાકરે આજકાલ તમામ રાજનૈતિક કાર્યક્રમોમાં સહભાગી થઈ રહ્યા હોવાથી તેઓ રાજકારણમાં જોડાય એવી ભારોભાર શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવાઈ રહ્યું છે કે રાજકારણમાં ઔપચારિક એન્ટ્રી માટે ઉદ્ધવ ઠાકરે તૈયારી કરી રહ્યા છે. બાળાસાહેબ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, આદિત્ય ઠાકરે અને અમિત ઠાકરે બાદ હવે રશ્મિ ઠાકરેની ઓળખાણ પણ શિવસેના નેતા તરીકે થાય તો તેમાં નવાઈ નહીં.