રાજ્યપાલ પછી હવે CM Corona +ve! વીડિયોના માધ્યમથી કેબિનેટ મીટિંગમાં આપશે હાજરી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યપાલ બાદ હવે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો કોરોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ માહિતી કોંગ્રેસ નેતા નાના પટોલેએ આપી હતી.

સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મુખ્ય પ્રધાનના એન્ટિજન ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, RTPCRનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આજે અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે CM ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કેબિનેટની બેઠકમાં ભાગ લેશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.