ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પક્ષનું નામ અને ચૂંટણી ચિહ્ન આપી દીધા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. પંચના આ આદેશથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો લાગ્યો છે. આ બધા વચ્ચે હવે એક મહત્વના સમાચાર એવા આવી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરેએ આજે (18 ફેબ્રુઆરી) પાર્ટીની ઈમરજન્સી મિટિંગ બોલાવી છે અને આ બેઠકમાં તમામ ધારાસભ્યો, સાંસદો અને નેતાઓ ભાગ લેશે એવું કહેવાઈ રહ્યું છે. આ બેઠક માતોશ્રી ખાતે બપોરે એક વાગ્યે યોજાશે. મહારાષ્ટ્રમાંથી ધારાસભ્યો અને સાંસદો મુંબઈ જવા રવાના થઈ ગયા છે,
ચુંટણી પંચ દ્વારા સીએમ એકનાથ શિંદેને નામ અને ચિહ્ન આપવામાં આવ્યું હતું. પંચના આ નિર્ણયને કારણે ઉદ્ધવ ઠાકરે અને પક્ષને મોટો આંચકો લાગ્યો છે. આ નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ આજે પાર્ટીની મહત્વની બેઠક બોલાવી છે. ચૂંટણી પંચના નિર્ણય બાદ આ બેઠકમાં આગળ શું ભૂમિકા રહેશે તે અંગે ચર્ચા થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આ બેઠક માટે મહારાષ્ટ્રભરમાંથી ધારાસભ્યો અને સાંસદો તાત્કાલિક મુંબઈ જવા રવાના થઈ ગયા છે.
ચુંટણી પંચના ચુકાદા બાદ ઉદ્ધવે ગઈકાલે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર જોરદાર ટીકા કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચને કોર્ટના નિર્ણય પહેલા પોતાનો નિર્ણય આપવાની આટલી ઉતાવળ કેમ હતી? અમે ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જઈશું. એટલું જ નહીં પણ ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચના નિર્ણય પર સવાલો પણ ઉઠાવ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેએ બોલાવી ઈમરજન્સી મિટિંગ
RELATED ARTICLES