ઠાકરે ઈઝ બેક! શિવસેનાના મુખપત્ર Samnaaને મળ્યા, નવા તંત્રી પહેલા જ દિવસે કર્યા વિપક્ષ પર વાર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર સામનાના નવા તંત્રી તરીકેનો પદભાર સંભાળી લીધો લીધો છે અને પહેલા જ દિવસે તેમણે એડિટોરિયલમાં એમવીએ સરકારની પૂર્વ સહયોગી એનસીપી અને તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષ પર નિશાન તાક્યું હતું.
તંત્રીલેખમાં તેમણે લખ્યું હતું કે, આવશ્યક વસ્તુઓ પર ટેક્સ, બેરોજગારી અને જીએસટી વૃદ્ધિ વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ આ આંદોલનમાં એનસીપી, ટીએમસી અને અન્ય વિરોધી પક્ષ સામેલ થયા નહોતા. વિરોધી પક્ષની એકતાને તોડવા માટે કેન્દ્રની મોદી સરકાર ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે. વિરોધી પક્ષના નેતાઓ કોંગ્રેસના આંદોલનથી અંતર જાળવી રહ્યા છે જે લોકતંત્ર માટે ચિંતાજનક છે. રાહુલ અને પ્રિયંકા ગાંધીની હિમ્મતની હું પ્રશંસા કરું છું.
શિવસેનાએ પહેલી વાર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. ઠાકરેએ તંત્રીલેખમાં જણાવ્યું હતું કે, ટીએમસી સાંસદોએ મામૂલી કારણોસર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ ન લીધો હોવાનું ગંભીર લાગી રહ્યું છે. બંગાળમાં ઈડી અને સીબીઆઈ એક્ટિવ થઈ ગઈ છે. રાહુલ અને સોનિયા ગાંધીને પણ ઈડીએ નિશાન બનાવ્યું છે, તેમ છતાં કેઓ મોંઘવારી અને બેરોજગારી સામે રસ્તા પર આવીને લડી રહ્યા છે.

1 thought on “ઠાકરે ઈઝ બેક! શિવસેનાના મુખપત્ર Samnaaને મળ્યા, નવા તંત્રી પહેલા જ દિવસે કર્યા વિપક્ષ પર વાર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.