Homeઆમચી મુંબઈહેં! મહારાષ્ટ્ર રાજ્યમાં નવું એક ગઠબંધન

હેં! મહારાષ્ટ્ર રાજ્યમાં નવું એક ગઠબંધન

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળ નવી સરકારનું ગઠન કરવામાં આવ્યા પછી ફરી રાજ્યમાં નવું એક ગઠબંધન રચાયું છે. માન્યામાં આવે એવી વાત નથી, પરંતુ સોમવારે ઉદ્ધવ ઠાકરેના જૂથના શિવસેના અને વંચિત બહુજન આઘાડી (વીબીએ)ના પ્રમુખ એમ બંને પક્ષની વચ્ચે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે.
આ બંને પક્ષ એકસાથે થવાનું કારણ જણાવ્યું છે. ઉદ્ધવ ઠાકરે અને પ્રકાશ આંબેડકરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે આગળના રાજકીય વ્યૂહરચના અંગે પણ ટિપ્પણી પણ કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જનતા બિનજરુરી ચર્ચામાં વ્યસ્ત રાખવા અને ભ્રમમાં રાખવાથી સરમુખત્યારશાહી આવે છે. આપણે લોકશાહીને જીવંત રાખવા અને બંધારણની પવિત્રતાને જાળવી રાખવા માટે એકસાથે આવ્યા છીએ, જેથી દેશ વૈચારિક પ્રદૂષણથી મુક્ત થઈ શકે.
ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ આવ્યા. અહીંની બેઠકમાં કોણ આવ્યું, ક્યાંથી આવ્યા અને શું કહ્યું એના અંગે અમે બધાએ બધું જોયું છે અને વાંચ્યું પણ છે. પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ગરીબોનો બહિષ્કાર કરવામાં આવે છે અને એને રોકવાનું જરુરી છે, તેથી અમે સાથે આવ્યા છે.
દરમિયાન પ્રકાશ આંબેડકરે પણ કહ્યું હતું કે ચૂંટણીમાં બદલાની રાજનીતિ થઈ રહી છે. એક દિવસે પીએમ મોદીનું નેતૃત્વ પણ ખતમ થઈ જશે. પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) મારફત રાજકીય નેતૃત્વને ખતમ કરવાનું કામ ચાલી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular