મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં શિવસેનાના શિંદે અને ઠાકરે સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે . આ લડાઈ આજે 11 સપ્ટેમ્બર, રવિવારના મધ્યરાત્રિએ થઈ હતી. ઠાકરે જૂથના નેતા સુનીલ શિંદેએ આરોપ લગાવ્યો છે કે શિંદે જૂથના સદા સરવણકરે પિસ્તોલ કાઢીને હવામાં ફાયરિંગ કર્યું હતું. સુનીલ શિંદેના જણાવ્યા અનુસાર, સદા સરવણકરે દાદર પોલીસ સ્ટેશન પરિસર પાસે ગોળીબાર કર્યો હતો. દાદર પોલીસે ઉદ્ધવ જૂથના પાંચ શિવસૈનિકોની ધરપકડ કરી છે. આ અંગે 30 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
શિંદેના સમર્થક સદા સરવણકરે તેમની સામેના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે. આના પરથી સ્પષ્ટ થશે કે સદા સરવણકરે ફાયરિંગ કર્યું હતું કે નહીં. ગણપતિ વિસર્જન દરમિયાન પ્રભાદેવીમાં જ બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે આજે રાત્રે મારામારીમાં ફેરવાઈ ગઇ હતી. દાદર પોલીસ સ્ટેશન પાસે બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. દરમિયાન, ઠાકરે જૂથના સુનીલ શિંદેએ આક્ષેપ કર્યો હતો કે સદા સરવણકરે પિસ્તોલ કાઢી અને હવામાં ફાયરિંગ કર્યું હતું. સુનીલ શિંદેનું કહેવું છે કે તેમના જૂથના વિભાગીય વડાને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ઘટનાની વિગત મુજબ ગણેશ વિસર્જનના દિવસે પ્રભાદેવી વિસ્તારમાં શિવસેનાના ઠાકરે જૂથના કાર્યકરોએ ગણેશ ભક્તોના સ્વાગત માટે સ્ટેજ તૈયાર કર્યો હતો. આ મંચની બાજુમાં શિંદે જૂથે પણ પોતાનું સ્ટેજ બનાવ્યું હતું. આ મંચ પર ઉભા રહીને વિધાનસભ્ય સદા સરવણકરે ઠાકરે જૂથના નેતાઓને ‘મ્યાઉં-મ્યાઉ’ કહીને ચીડવ્યા હતા. નોંધનીય છે કે પ્રભાદેવી આદિત્ય ઠાકરેનો મતવિસ્તાર છે. તેમને આ રીતે ચીડાવવામાં આવે છે. આ પછી બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે આજે મધ્યરાત્રિએ લડાઈમાં પરિણમી હતી. આ સિવાય સોશિયલ મીડિયા પોસ્ટ્સથી પણ એકબીજાની ઉશ્કેરણી થઇ રહી હોવાની ચર્ચા છે.
બીજેપી ધારાસભ્ય નિતેશ રાણે આદિત્ય ઠાકરેને મ્યાઉ-મ્યાઉ કહીને ચીડવવા લાગ્યા હતા. તેની પાછળ બે કારણ છે. આદિત્ય ઠાકરેને ‘મ્યાઉ-મ્યાઉ’ કહેવામાં આવે છે. આદિત્યને તેમના દબાયેલા અવાજને કારણે બાળક તરીકે વર્ણવવામાં આવે છે. નિતેશ રાણેનો એવો પણ આરોપ છે કે આદિત્ય ઠાકરેના બોલિવૂડની ડ્રગ્સ પાર્ટીઓ સાથે કનેક્શન છે. તેઓ તેને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ અને તેની મેનેજર દિશા સલિયનના શંકાસ્પદ મૃત્યુ માટે પણ જવાબદાર માને છે. ‘મ્યાઉ મ્યાઉ’ એક પ્રકારની દવા છે.

Google search engine