મુંબઈ: મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જૂનમાં અમરાવતીના ફાર્માસિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાને કોંગ્રેસના નેતાને ઈશારે લૂંટ તરીકે તપાસવા માટે પોલીસ પર દબાણ કર્યું હોવાનો આરોપ વિધાનસભ્ય રવિ રાણાએ શુક્રવારે મૂક્યો હતો. આ કેસમાં ઠાકરેની ભૂમિકાની ખાતરી કરવાનું કહીને એસઆઈટીની તપાસ કરવાની માગણી પણ રાણાએ કરી હતી. રાણાની માગનો જવાબ આપતાં રાજ્યપ્રધાન શંભુરાજ દેસાઈએ વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યના ગુપ્તચર વિભાગને ૧૫ દિવસમાં રાણા દ્વારા લગાવવામાં આવેલા આરોપો અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અહેવાલ સોંપવા માટે કહેવામાં આવશે.
(પીટીઆઈ)