Maharashtra Crisis: શિવસેનાના વધુ એક વિધાનસભ્ય શિંદે જૂથમાં થયા સામેલ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રના રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામામાં હવે ભાજપ (BJP)ની પણ એન્ટ્રી થઈ ગઈ છે. કેન્દ્રની ભાજપ સરકારે શિવસનેનાના 15 બળવાખોર નેતાને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે, જેને લઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રદર્શન થઈ રહ્યા છે.

ગુવાહાટીમાં રોકાયેલા શિંદે જૂથે (Shinde Champ) ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપનારા વિધાનસભ્યોને અપાત્ર સાબિત કરવા માટે કોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારી કરી રહ્યા છે. આ સંબંધમાં શિંદે જૂથની બેઠમાં કાયદાકીય રણનીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી હોવાની ખબર સામે આવી રહી છે.

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર શિવસેનાના વધુ એક વિધાનસભ્ય અને રાજ્યના ઉચ્ચ અને ટેક્લિકલ શિક્ષણ ખાતાના પ્રધાન ઉદય સામંત (uday samat) શિંદે કેમ્પમાં સામેલ થશે. તેઓ ગુવાહાટી જવા માટે રવાના થયા હોવાની જાણકારી મળી છે.

ગુવાહાટીવના હોટલમાં રોકાયેલા શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોને મળવા આસામના બે પ્રધાન પહોંચ્યા હતાં. અશોક સિંઘલ અને પીયુષ હજારિકાએ શિવસેનાના નેતાઓ વાતચીત કરી હતી.

ઉદ્ધવ ઠાકરે સાથે વિધાનસભાથી કેબિનેટ પ્રધાન તરીકે તેમના પુત્ર અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે, સુભાષ દેસાઈ અને અનિલ પરબ જ છે. સુભાષ દેસાઈ અને અનિલ પરબ વિધાન પરિષદના સભ્ય છે. આ ઉપરાંત અન્ય કેબિનેટ પ્રધાન શંકરરાવ ગડખ છે જે ક્રાંતિકારિ શેતકર પક્ષ પાર્ટીના છે. આ પરથી સાબિત થાય છે કે શિંદે જૂથમાં મોટા ભાગના કેબિનેટ પ્રધાન સામેલ થયા હોવાથી તેમનું જૂથ વધુ મજબૂત થઈ રહ્યું છે.

એકનાથ શિંદે અને બળવાખોર વિધાનસભ્યોએ ગુવાહાટીની હોટેલમાં છત્રપતિ શાહુ મહારાજની જયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.