ઉદયપુર હત્યાકાંડ: કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં નીકળેલા સરઘસ દરમિયાન પથ્થરમારો, તણાવભર્યો માહોલ

ટૉપ ન્યૂઝ

ઉદયપુરમાં થયેલી દરજી કન્હૈયાલાલની હત્યાને કારણે શહેરમાં તંગદિલી ભર્યો માહોલ ઉભો થયો છે. હત્યાના વિરોધમાં આજે ગુરુવારે સવારે ઉદયપુર શહેરમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિવિધ હિંદુ સંગઠનોના દ્વારા હત્યાના વિરોધમાં સરઘસ કઢવાનું એલના કરાયું હતું જેને લઈને ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. સરઘસમાં જોડાયેલા લોકોએ ભગવા ધ્વજ લહેરાવ્યા હતા અને નારેબાજી કરી હતી. હત્યાકાંને લઈને ગુસ્સે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.
વિવિધ હિંદુ સંગઠનોના હજરો લોકો ભગવા ધ્વજ લઈને સઘસમાં જોડાયા હતા. ભારે સુરક્ષા હેઠળ નીકળેલી રેલીમાં મૃતક કન્હૈયા લાલ માટે ન્યાયની માગણી કરતા સૂત્રોચ્ચાર કરાયા હતા. મંગળવારના રોજ હત્યા થઈ હતી તે વિસ્તારની નજીક સરઘસ પહોંચતા તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. ટોળામાંથી પથ્થરમારો શરુ થઇ ગયો હતો. જેથી સુરક્ષા જવાનો તુરંત હરકતમાં આવી ગયા હતા અને ઉશ્કેરાયેલા ટોળાને વિખેરી નાખ્યું હતું.

“>

હત્યા બાદ મંગળવારે હિંસક વિરોધ ફાટી નીકળ્યા ત્યારથી શહેર કર્ફ્યુ હેઠળ છે, શહેરમાં તમામ દુકાનો બંધ છે, ઈન્ટરનેટ બંધ છે, મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે સરઘસને મંજૂરી આપવા અંગે પ્રશ્નો ઉભા થાય છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની મૃતકના પરિવારની મુલાકાત માટે આવવાના હોવાથી સુરક્ષા વધારી દેવામાં આવી છે.
નોંધનીય છે કે બુધવારના રોજ કન્હૈયા લાલના અંતિમ સંસ્કાર દરમિયાન પણ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.