ઉદયપુર હત્યાકાંડ: બેદરકારી બદલ સબ-ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ, NIA આતંકવાદના એંગલથી કરી રહી છે તપાસ

ટૉપ ન્યૂઝ

ઉદયપુરમાં દરજીની ઘાતકી હત્યાના કારણે સમગ્ર શહેરમાં તનાવનો માહોલ છે. હત્યા બાદ આરોપીઓએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં “ઇસ્લામના અપમાન”નો બદલો લેવા તેમણે આ હત્યા કર્યાનું કહ્યું હતું. આ ઘટનાને ઇસ્લામિક સંગઠનોએ વખોડી કાઢી છે અને ઇસ્લામ વિરુધ ગણાવી છે. રાજસ્થાનના મુખ્યપ્રધાને અશોક ગેહલોતે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ત્યારે બેદરકારી બદલ એક પોલસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ઉદયપુર હત્યાકાંડ કેસની તપાસ આતંકવાદના એંગલથી પણ કરવામાં આવશે. આ પછી, ગૃહ મંત્રાલયે આતંકવાદ વિરોધી એજન્સી NIAને તપાસ સોંપી દીધી છે. ગૃહ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

“>

મૃતક કન્હૈયા લાલને સામે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ શેર કરવા બદલ 11 જૂનના રોજ એક એફઆઈઆર નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 15મી જૂનના રોજ તેન જામીન મળતા તે બહાર આવ્યો હતો ત્યારે તેને ધમકીભર્યા ફોન આવ્યા હતા. તેણે ધનમંડી પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારે એએસઆઈ ભંવર લાલે ફરિયાદી કન્હૈયા લાલ અને બંને સમુદાયના કેટલાક લોકોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસ અધિકારીએ કન્હૈયા લાલને મળતા ધમકી ભર્યા કોલ્સ પર ગંભીરતાથી ધ્યાન આપ્યું ન હતું એવા આરોપસર એએસઆઈ ભંવર લાલને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીએ હાલની પરિસ્થિતિની જાણકારી અપાત કહ્યું હતું કે હાલ બંને મુખ્ય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર ઉદયપુરમાં કર્ફ્યુની સ્થિતિ છે. અત્યાર સુધી શાંતિ અને વ્યવસ્થા જળવાયેલી છે. મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. અમે મૃતકના પરિવારના સંપર્કમાં છીએ. અમે લોકો શાંતિ અને વ્યવસ્થા જાળવવા અપીલ કરીએ છીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.